વાગરા: દહેજની દિપક ફિનોલેક્ષમાં ઓર્ડર મુજબ ગેસ નહિ પહોંચતા રસ્તામાં સગેવગે કરતા ટેન્કરના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

  • ઓર્ડર મુજબ ૨૦.૨૧૦ મે.ટન માં ૫.૯૧ મે.ટન પ્રોપલીન ગેસ ઓછો હોવાની જાણ કંપનીને ટ્રાસન્પોર્ટને કરી હતી
  • મુંબઈના HTC લોજીસ્ટીક ટ્રાસન્પોર્ટના માલિકે ડ્રાઈવર સામે ગેસ રસ્તામાં સગેવગે કરવામાં આવતા દહેજ મરીન પોલીસમાં ૫,૦૨,૩૫૦ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

ભરૂચ જીલ્લામાં ધણી જીઆઈડીસીઓ આવેલી છે.જેમાં વિવિધ કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે માલ સામાનની હેરાફેરી કરવામાં આવી રહી છે.ત્યારે દહેજની એક કંપનીમાં ગેસ ખાલી કરવા આવેલ ટેન્કરનો ડ્રાઈવર ગાડી અનલોડ નહિ કરતા કંપનીએ ટ્રાન્સ્પોર્ટને જાણ કરતા ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર થઈ જતા અન્ય ડ્રાઈવર મારફતે ગાડી અનલોડ કરતા ઓર્ડર મુબજ ગેસ ન હોવાથી કંપની સંચાલકોએ મુંબઈના ટ્રાન્સપોર્ટરને જાણ કરતા ટેન્કર ચાલક સામે રસ્તામાં ગેસ સગેવગે કરી ફરાર થઈ જતા ડ્રાઈવર સામે ૫,૦૨,૩૫૦ ની છેતરપિંડી અને વિશ્વાસઘાતની દહેજ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના રહીશ અને HTC લોજીસ્ટીક ટ્રાસન્પોર્ટના માલિક રોનક મનુ નવાની ભરૂચ જીલ્લાના દહેજ મરીન પોલીસ મથકમાં ૨૧-૦૫-૨૦૨૪ ના રોજ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે HTC લોજીસ્ટીક ટ્રાસન્પોર્ટમાં મોહમદ ઈમ્તીયાઝ ખુશ મોહમદ ખાન રહે. બિહાર નાઓ છેલ્લા દોઢ વર્ષથી અમારી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને મહિન્દ્રા બ્લેઝો ગેસ ટેન્કર નંબર NL 01 AF 7289 ના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ગત તારીખ ૨૪-૦૪-૨૦૨૪ ના રોજ તેને અમારી મુંબઈ ખાતેની ઓફિસમાં જાણ કરેલ કે દિપક ફિનોલેક્ષ કંપની તરફથી તેને BPCL રિફાયનરી કોચીન (કેરળ) ખાતેથી પ્રોપલીન ગેસ ભરવા માટે ઓર્ડર મળેલ છે ના અને ટેન્કર નંબર NL 01 AF 7289 ની લઈ ઓર્ડર મુજબ માલ ભરવા કોચીન (કેરળ) જાય છે.ત્યાર બાદ ગત તારીખ ૩૦-૦૪-૨૦૨૪ ના રોજ મોહમદ ઈમ્તીયાઝ ખુશ મોહમદ ખાનનાઓએ બપોરના સમયે મુંબઈ ઓફિસે મેનેજર તરીકે નોકરી કરતા તાનાજી મડાદે નાઓને ફોન કરી દિપક ફિનોલેક્ષ કંપનીના ઓર્ડર મુજબ આશરે ૨૦.૨૧૦ મેટ્રિક ટન પ્રોપલીન ગેસ જેની કિંમત ૧ મેટ્રિક ટનની ૮૫ હજાર લેખે કુલ ૧૭,૧૭,૮૫૦ નો ઓર્ડર મુજબનો ગેસ BPCL રિફાયનરી કોચીન (કેરળ) ખાતેથી ગાડીમાં લોર્ડ કરી દહેજ ખાતે આવવા નીકળેલ અને BPCL રિફાયનરી કોચીન (કેરળ) ખાતેથી મળેલ રીસીપ્ટ પણ મેનેજર ના ફોન ઉપર મોકલી આપેલ બાદ તારીખ ૦૬-૦૫-૨૦૨૪ ના સવારના રોજ ડ્રાઈવર મોહમદ ઈમ્તીયાઝ ખુશ મોહમદ ખાનનાઓ એ મુંબઈ ઓફિસ ખાતે મેનેજરને જાણ કરી હતી કે દહેજ ખાતે દિપક ફીનોલેક્ષ કંપનીના પાર્કિંગ એરિયામાં ગાડી પહોંચાડી દીધેલ છે અને ટાયરમાં પંચર પડી ગયેલ છે. એટલે પાર્કિંગ એરિયા રાખેલ છે. આપની ગાડીનો ટર્ન આવશે એટલે અનલોડ કરાવી દઈશ. ત્યાર બાદ બપોરના સમયે કંપની તરફથી ટ્રાન્સપોર્ટની ઓફિસ માં જાણ કરવામા આવેલ કે ટેન્કર નંબર NL 01 AF 7289 જુ સુધી માલ અનલોડ કરવા આવેલ નથી. જેથી ટ્રાન્સપોર્ટ ધ્વારા ડ્રાઈવરનો સંપર્ક કરતાં તેના બંને મોબાઈલ બંધ આવ્યો હતો.જેથી તારીખ ૧૦-૦૫-૨૦૨૪ ના રોજ અન્ય ગાડીનો ડ્રાઈવર ગાડી અનલોડ કરવા આવતા તેને પાર્કિંગમાં રહેલ ગેસ ટેન્કર ની તપાસ કરાવતા ડ્રાઈવર મળી આવેલ નહીં અને ગાડી પાર્કિંગ એરિયામાં રાખી ભાગી ગયેલ હોવાની જાણ થયેલ.જેથી અન્ય ડ્રાઈવર અર્જુન પ્રજાપતિ પાસે ગેસ ગાડી અનલોડ કરાવતા કંપની તરફથી ટ્રાન્સપોર્ટને જાણ કરવામાં આવી હતી કે ઓર્ડર મુજબ આશરે ૨૦.૨૧૦ મે. ટન પ્રોપલીન ગેસ હતો જેમાં આશરે ૫.૯૧ મે. ટન જેટલો ગેસ ઓછો આવેલ છે.જેના પગલે ગેસ ટેન્કર નંબર NL 01 AF 7289 ના ડ્રાઈવર મોહમદ ઈમ્તીયાઝ ખુશ મોહમદ ખાન ધ્વારા રસ્તામાં જ ગેસ સગેવગે કરી ટેન્કરને કંપનીના પાર્કિંગ એરિયામાં મૂકી ભાગી જતાં અને ૫.૯૧ મે. ટન ગેસ રસ્તામાં કોઈક જગ્યાએ સગેવગે કરી કંપની ખાતે નહીં પહોંચાડી ટ્રાન્સપોર્ટ સાથે વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. દહેજ મરીન પોલીસમાં નોંધાયેલ ફરિયાદના આઘારે પી.આઈ ભરતભાઈ પાટીદાર આગળની વધુ તપાસ હાથધરી ડ્રાઈવરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો

Fri May 24 , 2024
ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ વિરોધ નોંધાવી પાંચબતી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકયું હતું. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC કોટામાં મુસ્લિમોને […]

You May Like

Breaking News