અંકલેશ્વરના જીતાલી ગામે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણીમાં, સાધનો ભંગાર બની ગયા
અંકલેશ્વર જીતાલી ગામ ખાતે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણી માં જોવા મળી રહી છે. હવા માપવાનું યંત્ર, દિશા દર્શક યંત્ર અને વરસાદ માપક યંત્ર બાવળની ઝાડીના ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. હવામાન ખાતે એ લગાવેલ સાધનો જર્જરિત અને ધૂળ ખાતા નજરે પડ્યા હતા. લાખોના ખર્ચે ઉભી કરેલી વ્યવસ્થા હાલ નકામી બનવાની સાથે સાથે વરસાદી આંકડા પણ મેળવવા મુશ્કેલ બન્યું છે.
અંકલેશ્વર તેમજ વાલિયા તાલુકામાં હવામાન ખાતાએ લગાવેલા ઈસ્ટુમેન્ટ ધૂળ ખાઈ રહ્યા છે. તેમજ સાધનો જર્જરિત હાલતમાં બાવળની ઝાડી વચ્ચે નજરે પડી રહ્યા છે. મોસમનો કુલ વરસાદ કેટલો પડ્યો , હવાની ગતિ તેમજ કઈ દિશામાં હવા જઈ રહી છે તે જાણવું પણ મુશ્કેલ બન્યું છે. હવામાન ખાતાના લાગતા વળગતા અધિકારીઓએ ઇન્સ્ટ્રુમેન્ટ ( સાધનો ) ચાલી રહ્યા છે કે કેમ તેની તસ્દી પણ ના લેતા હોવાનું જોવા મળ્યું હતું. જ્યાં સાધનો લગાવ્યા છે. ત્યાં કોઈ કર્મચારી પણ નજરે પડ્યા ના હતા.
સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલ સાઈન બોર્ડ પણ કોરાકટ અને કાટ ખાતા જોવા મળ્યા હતા. સરકાર તેમજ ખેડૂતોને સચોટ માહિતી મળી શકે તે માટે ઉભી કરેલી લાખો ની વ્યવસ્થા હાલ એણે ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલુંજ નહિ અહીં સાધનો બાવળ ની ઝાડી માં અને ઝાડી ઝાંખરા વચ્ચે હોવાથી તેની પાસે પહોંચવું પણ કઠિન છે. ત્યારે હવામાન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભું કરેલી વ્યવસ્થા પુનઃ કાર્યરત કરે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે.