ભરૂચની પેરોલ ફર્લો સ્કોડની ટીમે રાજસ્થાન રાજયના ભિનમાલમાં ચેક રિટર્નમાં 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

રાજસ્થાન રાજયના ભિનમાલમાં ચેક રીટર્ન કેસનો આરોપી છેલ્લા 13 વર્ષથી નાસતો-ફરતો હતો.જેને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડની ટીમે જબુંસર બાયપાસ ખાતે આવેલા તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો હતો.જેને વધુ તપાસ માટે બી ડીવીઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.ભરૂચ એસપી મયુર ચાવડાએ અન્ય રાજ્યોમાંથી અને જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા આદેશ આપ્યા હતા.જેના અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ ડી.એ.તુવરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ભરૂચ શહેરનાં બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન ભરૂચ જિલ્લામાં રહેતા હોય અને રાજસ્થાન રાજ્યના ગુનામાં નાસતા ફરતા આરોપીઓની યાદી મળી હતી.જેના આધારે ભરૂચની જંબુસર બાયપાસ રોડ પર આવેલા ન્યુ અમન બંગ્લોઝમાં રહેતા અને રાજસ્થાન રાજયના ભિનમાલમાં ચેક રીટર્ન કેસનો આરોપી છેલ્લા 13 વર્ષથી નાસતો-ફરતા આરોપી ફારૂખખાન બાબુખાન પઠાણને તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો હતો.જેને વધુ કાર્યવાહી અર્થે ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વટારીયા સુગરના સભાસદોનો આક્રોશ, 3,000થી ઓછો ભાવ નહિ જ લઇએ

Wed Apr 3 , 2024
ભરૂચની વટારીયા સુગરે રાજયની 12 ફેકટરીઓમાંથી સૌથી ઓછા શેરડીના ભાવ આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે. આજે ફરી ખેડૂતો આવ્યા ત્યારે પણ નહિ હોવાથી ખેડૂત સભાસદોનો ગુસ્સો આસમાને પોહચી ગયો હતો.હવે સભાસદોએ આ કસ્ટોડિયન કમિટીના રાજીનામાની માંગ કરી ચૂંટણી લાવવા માગ કરી હતી.સભાસદોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 66 […]

You May Like

Breaking News