મહારાષ્ટ્રથી કામની શોધમાં ભરૂચ આવેલી મહિલાને માનીતો ભાઈ મૂકીને ભાગી ગયો
ભરૂચમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન દ્રારા મીનાબેન (નામ બદલેલ છે) ને સિવિલ હોસ્પિટલના સંકુલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવમાં આવ્યા હતા. મીનાને સખીની ટીમે કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે, મીનાબેન મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના વતની છે અને તેઓ પોતાના માનેલા ભાઈની સાથે કામની શોધમાં ગુજરાતમાં આવી હતી.
પરંતુ માનેલા ભાઈ મીનાને અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં બેસાડીને જતા રહ્યા હતો. ત્યાર બાદ મીનાએ તેને ઘણા કોલ કર્યા હતા પરંતુ ભાઈએ કોઈ કોલ નહીં ઉઠાવતા મુશ્કેલીમાં મુકાઈ હતી.જોકે મીના પાસે રહેવાની સગવડ ન હોવાથી તેમજ અલગ ભાષા બોલતી હોય કોઈ વ્યક્તિ એ 181 ને ફોન કોલ તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી.
મીના બહારના રાજ્યની હોવાથી તેમજ લોકડાઉન જેવી પરિસ્થિતિ હોવાથી મહિલા અને બાળ અધિકારી હસીના મન્સૂરી અને દહેજ પ્રતીબંધક અધિકારી મુકેશ વારસુરના માર્ગદર્શન હેઠળ નંદુરબાર જીલ્લાના સખી સેન્ટરનો સમ્પર્ક કરીને મીનાને એડમીન દ્રારા નંદુરબાર સેન્ટર ખાતે મુકવા આવ્યા હતા. જોકે મહારાષ્ટ્રમાં લોકડાઉનની પરિસ્થિતિમાં મીનાનું તેમના બાળકો સાથે પુનઃમિલન કરાવ્યું હતું.