રાજપીપલા શાકમાર્કેટની ભીડ સુપર સ્પ્રેડર બની શકે
નર્મદા જિલ્લામાં રાજપીપલા શહેર માં આવેલ માર્કેટો આ કોરોના કાળ માં સુપર સ્પ્રેડર બન્યા છે. અને બીજી લહેરે તો એક ઘર બાકી રાખ્યું નથી આખા પરિવારો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. જેમ ને ખબર છે. ત્યારે બધા નિયમો ને જાહેરનામા વચ્ચે સુપર સ્પ્રેડર એવા શાક માર્કેટ માં કોઈ જોતી નથી, રાજપીપલા માર્કેટ માં વેપારીઓ, લારીઓ અને પથારા મળી 150 જેટલા વેપારીઓ જની સાથે સહયોગી 100 આમ 250 અને જેમાં 200થી વધુ ગ્રાહકો માર્કેટ માં ખરીદી કરવા આવી જાય તો સાંકડી ગલીમાં માર્કેટમાં ભીડ વધુ થાય છે. કોઈ માસ્ક નહીં,સોશિયલ ડિસ્ટન્સ કે સેનેટાઇઝ નહીં. જેથી અહીં કોરોના સંક્રમણનો સૌથી મોટો ખતરો છે. વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ આ બાબતે મનોમંથન કરે અને ખુલ્લી જગ્યામાં આ શાક માર્કેટ ને ખસેડે તો વેપારીઓ અને ગ્રાહકો બંનેને કોરોના સંક્રમણ નું જોખમ ટળે એમ છે.
નર્મદા જિલ્લામાં પહેલી લહેર માં શાકમાર્કેટ અલગ અલગ જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સંક્રમણ ઓછું થયું હતું મૃત્યુ આંક પણ ઓછો હતો. બીજી લહેરમાં બે ખોફ થઈ આપણે ગમેતેમ ફર્યા જેમાં શાકમાર્કેટ માં તો ભારે ભીડ અને ઘણા સમય બાદ પણ માર્કેટમાંથી ખસ્યા નહીં. શાકભાજી ફ્રુટની લારીઓ ખસેડવા કરતા વધી પરિણામ એક મહિનામાં 100થી વધુ મૃત્યુ માત્ર રાજપીપલા માં એપ્રિલ મહિનામાં 145 અને મેં મહિનામાં 180થી વધુ મોત થયા. ખુલ્લા મેદાનમાં શાકમાર્કેટ ખસેડવામાં આવ્યું હોત તો આજે મૃત્યુઆંક ઓછો હોત.
બીજી લહેરમાં યુવાનો અને ઘરના મોભીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા. એટલે આ સમયે કન્યાશાળા, રાજપીપલા સરકારી સ્કૂલ નો નીચેનું મેદાન, રાજપીપલા પબ્લિક ગાર્ડન પાછળનું મેદાન, કે સામેનું મેદાન આ વિશાળ જગ્યાઓ છે. જ્યાં 150 કરતા પણ બે ઘણા વેપારીઓ આવી જાય તો તંત્ર આ શાકમાર્કેટને ખુલ્લી જગ્યા પર ખસેડવામાં આવે તે જરૂરી બન્યું છે.