અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા GEB વીજ કંપનીના કેબલ ચોરીમાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. જેને LCB ટીમે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા. જે અનુસંધાને LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડ અને તેમની ટીમ અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત LCB ટીમે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં GEB કંપનીના કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે બટકો તડવીને રાજપીપળા ચોકડી પરથી માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં GEBના કેબલ ચોરીના આરોપીને LCB ટીમે વધુ તપાસ અર્થે તાલુકા પોલીસને સોંપ્યો
Views: 49
Read Time:1 Minute, 21 Second