નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન…

Views: 61
0 0

Read Time:3 Minute, 43 Second

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

 

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 123 મીટર નોંધાયેલ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 5,463 મીલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે 20 થી 25 સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરે હતી. હાલમાં છેલ્લા એક સપ્તાહથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 42 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ 3 જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ 50 લાખની કિંમતનુ 25 લાખ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 15,500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

નર્મદા બંધ પૂર્ણ થયાને આ સતત પાંચમું વર્ષ છે કે સંપૂર્ણ ભરાઈ રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી નર્મદા ના વધામણાં થઈ રહ્યા છે. આ વર્ષે નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવશે. જેમાં નર્મદા બંધ પર પૂજા કરી નર્મદા મૈયાની પૂજા કરી સાંજે મહા આરતી નવા બનેલા નર્મદા ઘાટ પર કરશે.

નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તમામ ડેમ ઓથોરિટીએ પાવરહાઉસ ચાલુ કરી દીધા છે. જેના ડિસ્ચાર્જથી નર્મદા ડેમમાં 13 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ સરોવરમાં 1900 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. નર્મદા બંધ 123.01 મીટરે હાલમાં સ્થિર છે. એટલે કે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 15 મીટર ખાલી છે તેમ કહી શકાય. ગુજરાતને પીવાનું પાણી પુરુપાડતો નર્મદા બંધ સક્ષમ છે. તંત્ર હાલ ડેમ પર વોચ રાખી રિવારબેડ પાવર હાઉસ ચલાવી પાણી ખર્ચ કરી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લક્ષ્મીનારાયણ દેવ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જુના તવરા ગામે રસીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Thu Jun 3 , 2021
Spread the love             લક્ષ્મીનારાયણ દેવ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જુના તવરા ગામે રસીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના એન.એ.એસ યુનિટના કેડેટસ તરફથી રસીકરણ અંગે જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવા માટે લોકોમાં જાગૃતિ આવે અને તેની માહિતી આપવા ઝુંબેશ શરૂ કરાઇ […]

You May Like

Breaking News

error: Content is protected !!