Read Time:1 Minute, 9 Second
આમોદ તાલુકાનાં સમની ગામના મસ્જીદ ફળિયામાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 1.42 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આમોદ તાલુકાના સમની ગામના મસ્જીદ ફળિયામાં રહેતા તોષિફ રહેમ્તૂલ્લા સુલેમાન ખલીફા ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે આમોદ ખાતે લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.42 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચોરી અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.