ભરૂચ શહેરમાં દુકાનોના શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગ ને ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. ગત તારીખ ૧૭ મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરમાં આવેલા નદેલાવ રોડ ઉપર ધ્વીજ પ્લાઝામાં આવેલા પટેલ ટ્રેડર્સ તથા ભૂમિ મેચીન સેન્ટર તેમજ ગોદી રોડ ઋતવા પેલેસમાં આવેલા મારુતિ બુક સ્ટોર નામની દુકાનોના શટર રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ દુકાનના શટર ઉંચા કરી તોડી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે ચોરી સંદર્ભે ભરૂચ એ. ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડ નાઓની સૂચના આધારે સરવેલન્સના માણસો ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર અજાણ્યા ઇસમોના CCTV વર્ણન આધારે બનાવના સ્થળ તથા ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે સદર ગુનાને અંજામ આપનાર દેખાતા ઇસમો મામલતદાર કચેરી ભરૂચ પાછળ રેલવે પાટા ની નીચે ઝુપડપટ્ટીમાં રહે છે. જે બાતમીના આધારે ટેકનિકલ સરવેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ થી ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમના માણસો ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ જતા ચાર ઈસમો હાજર મળી આવ્યા હતા. જેઓની પૂછપરછ કરી અંગજડતી લેતા ચારેય ઇસમો પાસેથી રોકડા રૂપિયા ૮૦૦/- તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેઓની યુક્તિ પ્રયુક્તિ થી સઘન પૂછપરછ કરતા નંદેલાવ રોડ ઉપર ગત તારીખ ૧૫ મી ફેબ્રુઆરીના રોજ ધ્વીજ પ્લાઝામાં આવેલી પટેલ ટ્રેડર્સ તથા ભૂમિ મેચિન સેન્ટર તેમજ ઋત્વા પેલેસમાં આવેલી મારુતિ બુક સ્ટોર નામની દુકાનમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જે સંદર્ભે મહેશ શનુ ભુરીયા હાલ રહે. ભરૂચ મૂળ રહે. વાંદરી યા તા. જિ. દાહોદ, અલ્કેશ ચુનીલાલ ગણાવા, હાલ રહે. ભરૂચ મૂળ રહે. વરમખેડા, તા. જિ. દાહોદ, કરણ રત્ના ભાભોર હાલ રહે. ભરૂચ મૂળ રહે. મોટી ખોરજ ગામ તા. જિ. દાહોદ તથા અર્જુન શંકર મોહણીયા હાલ રહે. ભરૂચ મૂળ રહે. આંબાકાસ તા.ધાનપુર જિ. દાહોદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.જ્યારે એક આરોપી રાકેશ બચુ મેડા હાલ રહે.ભરૂચ મૂળ રહે. આગવાડા (નવાપુર) તા. જિ. દાહોદ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી..
ભરૂચ શહેરમાં દુકાનોના શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગ ને ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી..
Views: 72
Read Time:3 Minute, 4 Second