ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે.ડી.મંડોરાનાઓની સુચના આધારે પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો સ ઇ . એન.જે.ટાપરીયા તથા સ્ટાફના માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો ધર્મેન્દ્રભાઇ જુલાલભાઈ તથા પો.કો.મો.ગુફરાન મો.આરીફનાઓને મળેલ સંયુકત બાતમી આધારે ભરૂચ બી ડીવિઝન પો.સ્ટે તડીપાર નંબર ૦૭/૨૦૨૦ ના કામના આરોપી મિન્હાઝ જાવેદ અંસારી ઉ.વ ૨૩ રહે.એ -૧૭ , નેશનલ પાર્ક સોસાયટી દહેજ બાયપાસ ભરૂચનાઓને ભરૂચ જીલ્લામાંથી તારીખ ૨૨/૧૨૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરેલ હતો જે ઇસમ એસ.ડી.એમ સાહેબ ભરૂચના તડીપાર હુકમનો ભંગ કરી વગર પરવાનગીએ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરી મળી આવતા તેના સામે કાયદેસર કાર્યવાહી કરી તા .૦૧ / ૦૬ / ૨૦૨૧ ના ક .૧૯ / ૦૦ વાગે નેશનલ પાર્ક સોસાયટીના કોમન પ્લોટના ગ્રાઉન્ડમાંથી હસ્તગત કરી B.P.ACT ૧૪૨ મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર બી પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે . કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી પો.સ.ઇ.એમ.આર.શકોરીયા , હે.કો નરેશભાઈ અંબારામભાઈ પો.કો.વિનોદભાઈ રણછોડભાઈ , યુ.પો.કો અંજલિબેન ભરતભાઈ પો.સ.ઇ. એન.જે.ટાપરીયા હે.કો. ધર્મેન્દ્રભાઈ જલાલભાઈ . પો.કો.મોગરાન મો આરીફ ,
ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ…
Views: 83
Read Time:2 Minute, 25 Second