અંકલેશ્વર ના વધુ એક કુખ્યાત બુટલેગર ને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. હજાત નો કુખ્યાત બુટલેગર અને કંડમ ચોર દશરથ ઉફે દશું ને પેરોલ ફર્લો સ્કોર્ડ એ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર તાલુકા અને ભરૂચ ના એ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ એ ચોક્કસ માહિતી આધારે ઘર થી પોલીસે ઝડપી પાડ્યો હતો. સતીશ ઉર્ફે સતલો ગાંડો બાદ વધુ એક કુખ્યાત લીકર કિંગ જેલ ભેગો કરાયો હતો. ભરૂચ અને અંકલેશ્વર ના 3 પોલીસ મથક માં પ્રાથમિક ચાર જેટલા ગુના માં વોન્ટેડ કુખ્યાત બુટલેગર અને કંડમ ચોર દશરથ ઉર્ફે દશું આખરે જેલભેગો કરાયો છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પ્રોહિબિશન ના અનેક ગુના માં વોન્ટેડ એવા હજાત ના દશરથ ઉર્ફે દશું બાલુ વસાવા પોતાના ધરે છે.જે આધારે ફર્લો સ્કોર્ડ ની ટીમે દશું ના ધરે દરોડા પાડ્યા હતા ને ઘર ની નજીક વોચ ગોઠવી હતી જેવો દશરથ વસાવા ઘર ની બહાર નીકળ્યો કે તરત જ ઘર દબોચી લીધો હતો. જેની પ્રાથમિક પૂછપરછ માં એલસીબી પોલીસે નવા ધંતુરીયા ગામ ખાતે ઝડપી પાડેલા ઈંગ્લીશ દારૂમાં જયેશ વસાવાને ઝડપી પાડ્યો હતો જેમાં ઈંગ્લીશ દારૂ દશું વસાવા પાસે લાવ્યો હતો તે કેસમાં વોન્ટેડ હતો. તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસે 15 દિવસ પહેલા જુના કાસીયા ગામ ના ઈસમ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો જેમાં વોન્ટેડ હતો તેમજ શહેર પોલીસ મથક વિસ્તારમાં તાજેતર સ્ટેટ મોનિટર સેલ એ ઝડપી પાડેલા ઈંગ્લીશ દારૂ પ્રકરણ માં પણ તે વોન્ટેડ હતો આ ઉપરાંત અન્ય એક ગુના માં તે વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી જે આધારે અંતે પેરોલ ફર્લો સ્કોર્ડ એ તેની વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ ના હવાલે કર્યો હતો. દશરથ ઉર્ફે દશુ વસાવા અગાવ કંડમ ઓઇલ ચોરી માં પણ સંડોવાયેલો હતોને કંડમ કિંગ અને ત્યારબાદ હવે લીકર કિંગ બનવાના અભરખા જગ્યા હતા જેને પેરોલ ફર્લો સ્કોર્ડ એ ઝડપી પાડી તોડી નાખ્યા હતા.
હજાતના કુખ્યાત બૂટલેગરને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો
Views: 89
Read Time:2 Minute, 58 Second