ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર છેલ્લા ત્રણ માસથી પૂર્ણ થઈ જતાં ચીપકાર્ડની સપ્લાય અટકી પડી છે. જેના કારેણે નવા લાયસન્સ ઈસ્યૂ કરાવવા જતા નાગરિકોના સ્માર્ટ કાર્ડ અટકી પડ્યાં છે. ભરૂચ આરટીઓમાંથી મળતી માહિતી મુજબ માર્ચ મહિનાથી અત્યારસુધીમાં 5000 જેટલા લાયસન્સ ઈસ્યુ કરવાના હાલ પેન્ડીંગ છે. અરજદારોને કાર્ડના અભાવે બે મહિનાથી લાઇસન્સ મળ્યું નથી. છતાં લાઇસન્સે પણ નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભરૂચ આર.ટી.ઓ કચેરી ખાતે ઓફ લાઈન તેમજ ઓનલાઈન 200થી 215 જેટલી અરજીઓ રોજ આવે છે. નવી એજન્સીની નિિણૂંક નહીં થાય ત્યાં સુધી આવનારા સમયમાં અરજદારોએ લાઇસન્સ વિના જ રહેવું પડશે અથવા થોડી રાહ જોવી પડશે. આરટીઓ દ્વારા વાહન ચાલકો પોલીસ કાર્યવાહી કે દંડથી બચી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અને સરકારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વાહન ચાલકો ઓનલાઇન પ્રિન્ટ કાઢીને દંડથી બચી શકશે.ભરુચ સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડની ચિપ ખલાસ થઇ જતા અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા બે માસથી ઠપ થઇ ગઈ છે. રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું છે કે સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો એમ પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ તેમજ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને સરકારી ડીજી લોકર એપ નું લાઇસન્સ માન્ય ગણાશે. એમ પરિવહન અને ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ માન્ય ગણાશે. આમ રાજ્યકક્ષાએ બે મહિનાથી સ્માર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ સપ્લાય કરતી એજન્સીના કરાર તેમજ ચીપની અછતથી લોકોને લાયસન્સ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે.
RTOમાં ચીપકાર્ડની ત્રણ માસથી સપ્લાય બંધ ભરૂચ જિલ્લામાં 5 હજાર લાઇસન્સ વેઈટિંગમાં
Views: 70
Read Time:2 Minute, 29 Second