ઝઘડિયા તેમજ રાજપીપળા વિસ્તારની સાથે સાથે શુક્લતીર્થ નિકોરા વિસ્તારના કેળાંની ગુણવત્તા અને ક્વોલિટીની માંગ ઘણી રહે છે. ચાલુ સાલે કેળાંનું ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. કેટલાક ખેડૂતોને તો 300 થી 350 માં પણ કટીંગ થતાં પોષણક્ષમ ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા આવક બમણી થયેલ હોવાનું કહેવાય છે. શુક્લતીર્થના એક યુવા ખેડૂત અલ્પેશ નિઝામા કે જેઓ આત્મા પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા છે તેમની પાસેથી મળતી માહિતી પ્રમાણે સારી મહેનત અને માવજત હોય તો ખેડૂતોની આવક થાય છે.કેટલાક સમયથી કેળાનું કટીંગ કરતા વેપારીઓ તરફથી ભાવ પાડવા અંગે આનાકાની અને રીંગ થતી હોય ખેડૂતોને યોગ્ય અને સારો ભાવ ન મળતાં હોવાથી ખેડૂતો એકજૂટ બની આપણો જ માલ અને વેપારીઓ આપના ઉત્પાદનનો ભાવ તાલ નક્કી કરે એ કેમ ચાલે તેવી બાબતને ધ્યાને લઈ નક્કી કર્યું કે આસપાસ ભાવતાલ જાણી લઈને જાહેરમાં બોર્ડ પર રોજે રોજનો ભાવ લખવામાં આવે. જેથી ખેડૂતને આર્થિક નુકશાન ન થાય જેથી સંકલનમાં રહીને અલ્પેશ નિઝામા બોર્ડ પર રોજે રોજ કેળાંના ભાવો લખે છે અને ખેડૂતો અને વેપારીઓ પણ તે ભાવને માન્ય રાખી ખેડૂત હિતમાં કામ કરી રહ્યા છે.તેમના કહેવા પ્રમાણે એક ટિસ્યુ રોપાની કિંમત 17 રૂપિયા અને તેને ખાતર, પાણી, નિંદામણ, મજૂરી ખર્ચ મળી એક કેળના થડની માવજત, ઉછેર કરવામાં 60 થી 65 જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે હાલમાં જે ભાવો મળી રહ્યા છે તે યોગ્ય છે. એક વિંઘાં માં અંદાજિત 650 કેળના છોડનું વાવેતર થતું હોય છે. ત્યારે સરેરાશ એક વીંગા માંથી કેળ પકવનાર ખેડૂતને ખર્ચ બાદ કરતાં સારી આવક પ્રાપ્ત થતાં વર્ષો પહેલા જે મોં પર ફિકાસ હતી તે હાલના ભાવ જોતાં દૂર થઈ છે.
મનગમતો ભાવ મળતાં કેળ પકવતા ખેડૂતોમાં ખુશહાલી
Views: 145
Read Time:2 Minute, 32 Second