રાજ્ય સરકારની જાહેરાત : ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ , ટુ વ્હીલર માટે 20 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખ સબસિડી
દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી જાહેર કરી મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપનીઓ પ્રોડક્શન શરુ કરી દેશે • હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનોને મંજુરી અપાઈ છે હોટેલો પાસે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરવામાં આવી છે . આ પોલીસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે . મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી . જેમાં 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે . વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી
• ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે . આજે નવી પોલિસી શરૂ કરીએ છે ઇલેક્ટ્રિક વહિકલ વધારે લોકો વાપરતા થાય પેટ્રોલ – ડિઝલનો ઓછો વપરાશ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી . ઇલેક્ટ્રિક વ્હિકલથી પ્રદૂષણ ઘટે છે . લોકો માટે ઈલેકટ્રીક વ્હીકલ બને તે ઉદ્દેશ્ય મહત્વનો છે . • સરકાર ટુ વ્હિલર , થ્રીવ્હિલર અને ફોર વ્હીલર પર ભાર આપે છે • આ પોલિસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે • ટુ વ્હીલર માટે 20 હજાર , થ્રી વ્હીલર માટે 50 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખની • વાહન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે • સરકાર ચાર્જિંગ સ્ટેશન પર પણ સબસિડી આપશે • આ માટે અલગ અલગ હોટેલો પર ચાર્જિંગ ઓપ્શન માટે વિચારણા હાથ ધરાઈ છે • 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટુ વ્હીલર , 75 હજાર રીક્ષા અને 25 હજાર કારથી શરુઆત કરવાની ઈચ્છા છે ૦ સબસિડીમાં પ્રતિ કિલો વોટ સબસિડાઈઝ કરાશે • હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી અપાઈ છે અને આગળ જતાં 250 ને અપાશે O બેટરી પિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે • રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતા પૂર્વક જાહેરાત કરી છે . સબસીડી આપનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપની પણ પ્રોડક્શન શરુ કરી દેશે.