ભરૂચની ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ જોવા મળ્યું, સ્થાનિકોમાં ફફડાટ

Views: 85
0 0

Read Time:2 Minute, 32 Second

ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતૂહલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ ઝુંડમાં એક બે નહિ, પરંતુ 20થી 25 મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે મગરો પાણીમાં પડેલા કોઈ ખોરાકને આરોગવા માટે ટોળામાં આવી રહ્યા છે અને શિસ્તબદ્ધ રીતે ખોરાકની જિયાફત માણી પરત ફરી રહ્યા છે. આ દૃશ્યથી એક તરફ નદીમાં મગરોના વર્ચસ્વનો ભય પણ દેખાયો છે તો આ નજારો સ્થાનિકોએ એક લહાવા તરીકે પણ ગણાવ્યો હતો.સ્થાનિક અગ્રણી મુકેશભાઈના જણવ્યા અનુસાર, ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. આજની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આટલી મોટી સંખ્યામાં મગર નજરે પડવાનો આ ઐતિહાસિક બનાવ માનવામાં આવી રહ્યો છે.ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. આ મગર ઉનાળાના સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે. તો ચોમાસાની ઋતુમાં નદી જ્યારે કિનારા ફાંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર જોવા મળે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સીવણ ક્લાસમાં ગયેલી પરિણીતા રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ

Sat May 7 , 2022
Spread the love              ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી 20 વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાની ઘટના બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નાનીજાંબોઇ ગામની કિંજલબેન સંજય વસાવા નામની 20 વર્ષીય યુવતી રાજપારડી ચાર રસ્તા નજીક ચાલતા એક સીવણ ક્લાસમાં તાલિમ માટે આવતી […]

You May Like

Breaking News

error: Content is protected !!