0
0
Read Time:1 Minute, 9 Second
અંકલેશ્વર તાલુકા ના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય મુજબ, અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં રહેતા રંજનબેન નરેન્દ્રસિંહ રણા પોતાનું ઘર બંધ કરી કોસંબા ખાતે પૌત્ર સાથે વેકેશન ગાળવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ 61 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.