ભરૂચ સહિત રાજ્યભરમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે ફરી નાના-મોટા વેપારીઓ ધંધા ઠપ થઇ રહ્યા છે. ગત વર્ષે હોળીના તહેવારથી જ કોરોના વકરી રહ્યો હતો ત્યારે ટુરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની હાલત ફરી કફોડી બની રહી છે. ભરૂચમાં 150થી વધુ ટ્રાવેલર્સ છે જેમની બસો હાલ પાર્કિંગમાં ઘૂળ ખાય રહી છે.ભરૂચના ટ્રાવેલ્સ સંચાલકોએ જણાવ્યુ કે, સામાન્ય રીતે હોળીના તહેવારોની રજામાં માઉન્ટઆબુ, સાપુતારા, શિરડી જેવા ટુંકા અંતરના પ્રવાસો થાય છે. ગત વર્ષે થયેલા નુકશાનને કારણે 2021માં પરિસ્થિતિ સામાન્ય બને તેવું અનુમાન હતુ પરંતુ છેલ્લા 15 દિવસમાં વધેલા કોરોના સંક્રમણને કારણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રવાસ માટે આવેલી ઇન્કવાયરી હવે બંધ થઇ ગઇ છે. કેટલાક મુસાફરોએ 15 દિવસ અગાઉ બુકિંગ કરાવ્યુ હતુ તે પણ હવે કેન્સલ થઇ રહ્યા છે. પાટાપર ચઢેલી અમારી ગાડી ફરી દેવામાં ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાય છે.કોરોનાના કેસોમાં સતત વધારો થતા શાળા અને કોલેજો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. હવે શાળાઓમાંથી થવાના કારણે શૈક્ષણિક પ્રવાસો પણ બંધ થઇ ગયા છે. કોરોનાકાળ અગાઉના વર્ષોમાં હોળીના ટુંકા વેકેશનમાં ક્યારેક વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઇ હોય અથવા તો શરૂ થવાની હોય ત્યારે વાલી વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તરફથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાાં આવતું હોય છે.ઉપરાંત ટુરિઝમ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ રોજગારી આના કારણે જાણે છીનવાઇ ગઇ છે. ટ્રાવેલ્સ સંચાલકોથી લઇને ગાઇડ સુધીના કર્મચારીઓ રોજગારી માટે વિકલ્પ શોધી રહ્યા છે.
કોરોના વિસ્ફોટથી ટ્રાવેલ્સના બૂકિંગ કેન્સલ, ટૂંકા પ્રવાસની ઇન્કવાયરી બંધ…
Views: 74
Read Time:2 Minute, 20 Second