ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ નું સંમેલન યોજાયું હતું જેમાં કૃષિ પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદા ની સાચી સમજ વક્તાઓ દ્વારા ખેેડુતો ને આપવામાં આવી હતી..!
વાલિયા પોલીટેક્નિક કોલેજ માં યોજાયેલ આ સંમેલન માં નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને તેના લાભ ગેરલાભ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ દિલ્હી માં ચાલતા ખેડૂત આંદોલન ના સમર્થન માં આગામી કાર્યક્રમો નકકી કરવા અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી..
આ કાર્યક્રમ માં પ્રોફેસર હેમાંગ ભાઈ શાહ,ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ જયેશ ભાઈ પટેલ,ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ કર્માડિયા,ખેડૂત આગેવાન બદરી ભાઈ જોષી,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ ભાઈ પટેલ સહિત ના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા..!