ભરૂચતા 22 માર્ચના રોજ વિશ્વ જળ દિનની ઉજવણી થઇ રહી છે ત્યારે જળ બચાવોની સુફિયાણી સલાહ આપતાં તંત્રની બેકાળજીના પગલે ભરૂચ શહેરમાં હજારો ગેલન પાણીનો વ્યય થઇ રહ્યો છે.આજે વિશ્વ જળ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે એમ કહેવાય રહ્યું છે કે, જળ સોનાં કરતા વધુ કિંમતી છે તેનું એકમાત્ર કારણ એ છે કે સોનુ ભલે કિંમતી હોય પરંતુ તેના વગર માનવી જીવી શકે છે પરંતુ જળ વગર માત્ર માનવીજ નહીં. પરંતુ સમગ્ર સજીવ પ્રાણી સૃષ્ટિના અસ્તિત્વ પર ખતરો આવી શકે છે. આવા કિંમતી જળને બચાવવું ખૂબ જરૂરી છે.ભરૂચના તંત્ર દ્વારા લોકોને શીખ આપવામાં આવે છે કે, જળની બચત કરો પરંતુ ભરૂચના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા જણાઈ આવે છે કે, સ્વામિનારાયણ ઢોળાવ, સોનેરી મહેલના ઢોળાવ, ચારરસ્તા, તેમજ અન્ય વિસ્તારોમાં પીવાનું કિંમતી પાણી ખળ ખળ વહી જાય છે. તે સાથે હજી પણ જુના ભરૂચના કઈ કેટલાય વિસ્તારોમાં પાણી પહોંચી શકતું નથી. પાણીના વેડફાટ સાથે એક બાબત પણ સમજવા જેવી છે કે પાણી મેળવવા માટે ભરૂચના લોકો ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી વીજળીનો પણ વ્યય થાય છે. ભરૂચમાં પાણી અંગે વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો પાણી પણ બચાવી શકાય અને વીજળી પણ બચાવી શકાય એમ જણાઈ રહ્યું છે.
પાણી બચાવોની સુફિયાણી સલાહ આપતાં તંત્રની બેકાળજીના પગલે ભરૂચ શહેરમાં હજારો ગેલન પાણીનો વ્યય થઇ રહ્યો છે..
Views: 78
Read Time:1 Minute, 49 Second