વર્તમાન રાજયમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમની ઉજવણી કરાશે. ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન અંગે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. આગામી તારીખ 1થી 9 ઓગષ્ટ દરમ્યાન કાર્યક્રમો યોજાશે.રાજય સરકારના પાંચ વર્ષની ઉજવણી અંગેના કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમના પ્રારંભે 1 ઓગષ્ટના રોજ ‘જ્ઞાનશક્તિ દિવસ’ની ઉજવણી કરાશે. જે અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરાશે. તે જ રીતે બીજા દિવસે સેવા સેતુ કાર્યક્રમો થકી ‘સંવેદના દિવસ’ ઉજવાશે. જે અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે.આ કાર્યક્રમની ઉજવણી સંદર્ભે બેઠકમાં ઉપસ્થિત અધિકારીએને કલેકટરે માર્ગદર્શન પુરું પાડી જે તે દિવસની ઉજવણી કરવાના થતા કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમજ વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરી કાર્યક્રમો કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું.
જ્ઞાનશક્તિથી આદિવાસી દિવસ સુધી જિલ્લામાં સપ્તાહ ઉજવાશે
Views: 68
Read Time:1 Minute, 36 Second