ચાણસ્મા નગરપાલિકાની અંદર પ્રમુખની ટર્મ પૂરી થતાં નગરપાલિકાને વહીવટદાર હસ્તક કરી દેવામાં આવતા જાણે શહેરોનો વિકાસ રૂંધાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર તેમજ શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્વરે ચાણસ્મા શહેરનો વિકાસ રૂંધાય તે પહેલા પડેલા ખાડાઓ. ઉભરાતા ગટરના પાણી. તેમજ ગંદકીના ઢગલાઓ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવામાં આવે છેચાણસ્મા શહેરની અંદર આવેલ નગરપાલિકામાં નગર પ્રમુખ ની ટર્મ પૂર્ણ થતા નગરપાલિકાનો વહીવટ વહીવટદાર હસ્તક કરી દેવામાં આવ્યો છે ત્યારે ચાણસ્મા શહેરની અંદર ઠેર ઠેર તૂટેલા રસ્તાઓ ઉભરાતી ગટરો તેમજ રોગચાળાને આમંત્રણ આપતા ખુલ્લેઆમ પડેલા ગંદકીના ઢગલાઓ શહેરમાં રૂંધાતા વિકાસની ચાડી ખાઈ રહેલ છે ત્યારે સત્વરે જવાબદાર તંત્ર દ્વારા ચાણસ્મા નો વહીવટ રૂંધાય તે પહેલા વિકાસની પોકળ વાતો કરતી સરકાર દ્વારા ચાણસ્મા નગરના લોકોની સુખાકારી મળે તે માટે સારા રોડ રસ્તા તેમજ ગંદકીમાંથી મુક્ત કરાવી સ્વચ્છ ભારત અભિયાનને સાબિત કરી બતાવે તેવી ચાણસ્મા શહેરીજનોની માંગ ઉઠવા પામી છે
અહેવાલ . કમલેશ પટેલ પાટણ