ફરિયાદમાં જણાવ્યા અનુસાર સેલોદ ગામના ( આદિવાસી ) વસાવા સમાજનું સ્મશાન જે સેલોદ ગામની પૂર્વ દિશામાં અને નદીના કિનારે આવેલ છે જયાં અમો સમાજનાં વર્ષોથી ચાલતા રિત – રિવાજ મુજબ દફન વિધી દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવે છે. અમારા સમાજનાં વડીલોના કહેવા પ્રમાણે આ સ્મશાનની જગ્યા આશરે ૫ એકર જેટલી છે. જે જગ્યા ઉપર અમારા સેલોદ ગામના જ વતની શ્રી નવનીતભાઇ પરષોત્તમભાઇ પટેલ, જેઓ મામલતદાર નો જ હોદો ધરાવતા હોય તેમને આ જગ્યા ઉપર અને અમારા સમાજની બરોની લગોલગ ( JCB ) દ્વારા ખોદકામ કરી ગેરકાયદેસર રીતે જમીનનો કબજો કરવાની અપકૃત્ય કરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો કરેલ છે, જે બાબત અમારા સમાજના દરેક લોકો માટે મોટું આર્થિક નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે, તેમની સાથે સેલોદ ગામ પંચાયતના ડે.સરપંચશ્રી અલ્પેશભાઇ પટેલ તેમજ સ૨પંચશ્રી રેશ્માબેન માયકલભાઇ ભગત નાઓની મદદગારી હેઠળ, તેમની જાણમાં કરવામાં આવેલ અપકૃત્ય છે તેથી ઉપરોક્ત ત્રણે સરખા ખોદકામ કરીને અમારા સમાજનાં લોકોની લાગણીઓ દુભાઇ તેવું અપકૃત્ય કરવામાં આવેલ છે.’ તેથી ઉપરોક્ત ત્રણે જવાબદાર અને ગુનેગાર છે, તેમને અમારા સમાજના દફન વિધી કરેલ બરોની લગોલગ ખોદકામ કર્યું છે જેનાથી સમાજમાં રાગ અને દ્રોષનું વાતાવરણ ઉભું કરેલ છે. તેઓ સરકારી કર્મચારી ( મામલતદાર ) નો હોદ્દો ધરાવતા હોય અને પોતાના સરકારી સત્તાનો દુરપયોગ કરી અને ખુલેઆમ જમીન – માફીયા જેવી પ્રવૃતિ કરી રહયા છે. આવી પ્રવૃતિ તેઓ વારંવાર કરતા આવેલા છે. આજ જગ્યા પર પણ થોડા વર્ષો અગાઉ આવી જ પ્રવૃતિ કરતા તેમને ગામ લોકો એ વિરોધ કરીને અટકાવવામાં આવ્યા હતા. જે થોડા વર્ષો બાદ તેમને ફરીથી આ ગેરકાયદેસર રીતે જમીન પડાવી લેવા તેમના પર ફક્ત કેહવાતા ખોટા-ખોટા પશુપાલન, ગૌ-સેવાના ચારા માટેના વૃક્ષારોપણ જેવા ફકન આસ્માની પુલાવ જેવા પ્રોજેકટ જેવી લોભામણી વાતો કરી અને આવા પ્રોજેકત ના નામે ઝઘડીયા જી.આઇ.ડી.સી માં થી જુદી – જુદી કંપનીઓ માંથી રૂપિયા કઢાવી પોતાના રોટલા શેકવા અને વ્યક્તિગત ભંડોળ ભરવા સિવાય કોઇ જન હિતમાં કાર્ય કામ કરવાનો ફકત દેખાવો કરવાની પ્રવૃતિ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો તેમજ ગામના લોકોમાં ફુટ-ફાટ પાડવાનો તથા ગામની એકતા તોડવાનો અને અશાંતિ ઉભી કરવાની પ્રવૃતિ કરી રહયા છે. જેના થકી અમો નિદોર્ષ જનતા ને વેઠવુ પડતુ હોય છે. જે બાબતનો અમારા સમાજના તેમજ ગામના અન્ય લોકો દ્વારા પણ અમારો વિરોધ છે. અમારો વિરોધ જાહેર હિત માટે છે નહી કે કોઇ વ્યક્તિગત લાભ માટે, તેમના કહેવાથી પોતાની વ્યક્તિગત જગ્યાની આડમાં તેઓએ અમારા સ્મશાનની જગ્યા પર દબાણ કરેલ છે. જો એમની વ્યક્તિગત જગ્યાની માપણી કરાવેલ નથી કે આ કામ માટે પંચાયતની પરવાનગી કે તેમને કાઇ જાણ પણ કરેલ નથી. સાહેબ, પંચાયતના જ લોકો આમાં સામેલ હોય તો પરવાનગી કોણી ? આ બાબતની જાણ અમોને થતાં અમોએ આ લેખિત ફરીયાદ કરી આપ સાહેબને આ બાબતની તપાસ કરાવી, તેમની સામે કાયદેસરનો જમીન દબાણ કરવાનો, જમીન પચાવવાનો લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા અમો બધાની માનસર અરજ છે. આ સાથે વધુમાં અમારી એવી ફરીયાદ છે. આ કામના તહોમતદાર અમોના સમાજને જાહેરમાં વારંવાર નીચું દેખાડવાની પ્રવૃતિ કરે છે તેમજ તેમની મામલતદાર સત્તાનો પાવર બતાવી અમોના સમાજને દબાવવાનો પ્રયાસ કરે છે. આ નવનીતભાઇ પટેલ જાહે૨ માં અમોને અને અમારા સમાજને એમ કહીને પડકારે છે કે “ટાઇગર અભી જીંદા હૈ ”, તેમજ “ સબ ભુમિ ગોપાલ કી” જેવા વાકયો રચના વાપરીને દબંગીરી કરી અમોના સમાજને એમ જણાવે છે કે તમારાથી થાય તે કરીલો તમે મારો એક વાળ પણ વાંકો ના વાળી શકો અને બે-પાંચ વર્ષમાં તમારી શું હાલત કરીશ તે જોઈ લેજો તેવી જાહેરમાં અમોને ધમકી આપવામાં આવે છે. તેથી આપ સાહેબને અમારી માનસર અરજ છે કે આવા સત્તાવારી અને માથાભારે વ્યક્તિ, ગરમ અધિકારીને તેમના સત્તાના પદ પરથી તાત્કાલિક ધોરણે દુ૨ કરવામાં આવે તેમજ કાયદેસ૨ની તપાસ કરાવી કાયદેસરના પગલા લેવામાં આવે જેનાથી કોઇપણ સરકારી કર્મચારી પોતાની સત્તાનો દુરઉપયોગ કરી સમાજની અને આમ જનતાને હેરાન કરતા અટકે અને આપનો ન્યાય ભવિષ્યના સમયમાટે એક મિશાલ અને સબક બને તેવી અપેક્ષા સાથે અમો સર્વેની માનસર અરજ છે.
આમ સેલોદ ગામના વસાવા (આદિવાસી) સમાજના સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરનારની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા ઝઘડિયા મામલદારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને નવનીતભાઇ પરષોત્તમભાઇ પટેલ જેઓ મામલદાર તરીકે ફરજ બજાવે છે તેમના વિરૂદ્ધ અતિ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે મામલદાર શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.