સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટ યોજાઈ

Views: 100
0 0

Read Time:3 Minute, 15 Second

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા દેશ ભક્તિ સભર ગીત સંગીતમય શ્રદ્ધાંજલી

ભરૂચ,ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી આઝાદીમાં યોગદાન આપનાર શહીદોના માનમાં “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું હતું.જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ શહીદોનો બે મિનિટના મૌનરૂપી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.ત્યાર બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલે ઉપસ્થિત મહેમાનોને આવકારવા સાથે સંસ્થા કાર્યોનો પરિચય આપ્યો હતો.ભાજપ જીલ્લા પ્રમુખ અને કોંગ્રેસ જીલ્લા પ્રમુખ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપતા સંઘના કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સમાજલક્ષી સેવાને બિરદાવી પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતી.નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ગણેશ નૃત્ય સાથે મ્યુઝિકલ નાઈટનો પ્રારંભ થતા દેશભક્તિ સભર ગીત સંગીત સાથે ફિલ્મી ગીતો અને નૃત્યની રમઝટ વડોદરાના કલાકારોએ બોલાવી ઉપસ્થિતોને દેશભક્તિમાં તરબોળ કર્યા હતા.આ દેશભક્તિ સભર સંગીત સફરમાં ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ,પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,પાલિકા વોટર વર્ક્સ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ,યુથ કોંગ્રેસના જીલ્લા પ્રમુખ શકીલ અકુજી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો,સભ્યો અને સંગીત પ્રેમી પ્રજાજનોએ ઉપસ્થિત રહી મ્યુઝિકલ નાઈટ માણી હતી. મ્યુઝિકલ નાઈટનું સમાપન રાષ્ટ્ર ગીત ગાન ખાતે કરાયુ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અહેમદ પટેલની પુત્રીએ લોકસભાની ચૂંટણી લડવા તૈયારી બતાવી:મુમતાઝ પટેલે કહ્યું, 'I.N.D.I.Aના ગઠબંધનમાં હાઇકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ તૈયારીઓ કરશે'

Mon Aug 14 , 2023
Spread the love             અંકલેશ્વર કાપોદ્રામાં એક ખાનગી શાળાના લોકાર્પણ પ્રસંગે હાજર રહેક મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ‘હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું’ હોવાનું જણાવ્યું હતું, જોકે ઇન્ડિયા ગઠબંધન બાદ હાઇકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું જણાવ્યું હતું.26 રાજકીય પક્ષોને જોડી બનેલા ઇન્ડિયા એલાઇન્સમાં […]

You May Like

Breaking News

error: Content is protected !!