ભરૂચ નેશનલ હાઇવે નં. 48 પાસેથી રૂ. 36 લાખની ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો છે.આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ નિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, વડોદરા વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહિબિશનને લગતા ગુનાઓ શોધી કાઢવા સૂચનાનાં આધારે પી.આઇ. જે.એન. ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે નેશનલ હાઇવે નં.48 ઉપર નબીપુર પો.સ્ટે. વિસ્તારમાં એક હોટલ સામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રક નંબર HR-47-B-5560 માં દારૂનાં બોક્ષ નંગ 0606 કુલ મુદ્દામાલ કિંમત રૂ. 36,25,800 કબ્જે કરી બે શખ્સો (1) ઉમેશ ઉર્ફે ઉમેદસીંગ પુરણસીંગ (2) આઝાદ ઉર્ફે સુખબીરસીંગ સુરજમલ બંને રહે. હરિયાણાને પોલીસે ચોકકસ બાતમીનાં આધારે પકડી આગળની કાયદેસરની કાર્યવાહી “સી” ડીવીઝન પોલીસ ભરૂચને સોંપવામાં આવી છે. આ મુદ્દામાલ કયાંથી લાવવામાં આવ્યો અને કયાં પહોંચાડવાનો હતો જેની તપાસ ચાલુ છે.
ભરૂચ નેશનલ હાઇવે નં. 48 પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડતી એલ.સી.બી…
Views: 78
Read Time:1 Minute, 25 Second