Read Time:1 Minute, 18 Second
જંબુસરની વિવાદિત શાળા બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ આખરે સીલ, બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ વિશે અમારી ચેનલે અવાર નવાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ શાળા જંબુસર પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક જંબુસર સનરાઇઝ સોસાયટી પાસે આવેલી બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ વિવાદોમાં ઘેરાયેલી છે. શાળાના જમીન માલિક અબ્દુલ અઝીઝ પટેલે શાળા મેનેજમેન્ટ પર શાળા પાસે ફાયર એનઓસી અને શાળા નજીક પેટ્રોલ પંપ હોવાનો આક્ષેપ કર્યો હતો. શાળામાં વીજ મીટર નથી તેથી નગરપાલિકાએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરની પરવાનગી તેમજ ફાયર એનઓસીમાં ખામીઓ જણાતાં શાળાને સીલ કરવામાં આવી છે. તંત્ર એ શાળાને સીલ તો કરી પણ આગળ શું કાર્યવાહી કરશે ખરા એ ચર્ચાનો વિષય બન્યો છે.