દહેજ પો.સ્ટે . વિસ્તારમાં આવેલ ફીલાટેક્ષ કંપનીમાંથી “ પોલીસ્ટર યાર્ન ” નો લાખોનો મુદ્દામાલ સગેવગે કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનાર ટોળકીના એક સાગરીતને કીમ મુકામેથી ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી..

Views: 72
0 0

Read Time:3 Minute, 38 Second

દહેજ પો.સ્ટે.ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૯૦૧૬૨૧૦૦૫૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૦૭ મુજબનો ગુનો તા .૨૪ / ૦૧ / ૨૦૨૧ ના રોજ નોંધાયેલ જેમાં જોલવા ગામે આવેલ ફીલાટેક્ષ ઇન્ડીયા લી . કંપનીમાંથી પોલીસ્ટર યાર્ન ભરી તા . ૨૨/૦૧/૨૦૨૧ ના રોજ ટ્રક નીકળેલ અને તેના મુળ સ્થાને નહીં પહોચીં રસ્તામાં કોઇ જગ્યાએ કુલ મુદામાલ કિંમત રૂપિયા -૨૬,૬૫,૩૪૫ / -નો સગેવગે થઇ ગયેલ જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ આ ગુનો શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા એલ.સી.બી.નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા.એલ.સી.બી.ભરૂચની ટીમ મદદમાં જોડાયેલ અને આરોપીનું પગેરૂ શોધી કાઢવા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ આ દરમ્યાન એલ.સી.બી.ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળેલ કે જોલવા ગામે ફીલાટેક્ષ ઇન્ડીયા લી. કંપનીમાંથી પોલીસ્ટર યાર્ન ભરી નીકળેલ ટ્રકના ડ્રાઇવર સાથે આરોપીઓએ મળી ટ્રકનો મુદ્દામાલ સગેવગે છે . તે પૈકીનો એક આરોપી સુરત જીલ્લાના કીમ મુકામે ભાડેથી રહે છે . જે મુજબની હકિકત આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમ કીમ મુકામેથી એક ઇસમને ઝડપી પાડી એલ.સી.બી.કચેરી ખાતે લાવી ઉડાણપુર્વકની પુછપરછ કરતા પકડાયેલ આરોપીએ ઉપરોક્ત ગુનાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર “ બી- ડીવીઝન પો.સ્ટે . સોંપવામાં આવેલ છે અને દહેજ જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે .

પકડાયેલ આરોપી: ઇઝહાર S / o અખ્તર અંસારી હાલ રહેવાસી . રોયલ પાર્ક મકાન ૮૭ ઇરફાનભાઇ જંબુસરવાળાના મકાનમાં ભાડેથી કીમ ચોકડી પાસે જી.સુરત મુળ રહેવાસી.- મહુઆઇમાં તીન બત્તી લાલાબજાર શાના- મહુઆઇમાં તહેસીલ- બીસનાથગંજ જી.ઇલ્હાબાદ ( ઉત્તરપ્રદેશ )

આરોપીની M / o આ કામે પકડાયેલ આરોપી સુરત કીમ ચોકડી ખાતે ટ્રકની બેટરીનો ધંધો કરે છે . આ દરમ્યાન ટ્રકોના ડ્રાઇવરો સાથે ઓળખાણ થતા ગુનાહીત પ્રવૃતીમાં જોડાયેલ અને આ કામે મુખ્ય આરોપી અગાઉ દહેજ થી કંપનીઓમાં ટ્રક ડ્રાઇવીંગનો ધંધો કરતો હોય તેની સાથે મળી કંપનીઓમાંથી માલ ભરી આવતી ટ્રકોના ડ્રાઇવરોને રૂપિયા કમાવા વાતચીત કરી તેને ગુનામાં સામેલ કરી કીમ થી કડોદરા વચ્ચે કોઇ ગોડાઉનમાં માલ સામાન ખાલી કરી ખાલી કરેલ ટ્રકને બીજા નજીકના જીલ્લામાં બીનવારસી મુકી દેવાની M.૦ ધરાવે છે.

કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) સેમસંગ કંપનીના મોબાઇલ નંગ -૦૨ કિંમત રૂપીયા – ૩૫૦૦ /

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જાણો જિલ્લામાં અને તાલુકા તેમજ નગરપાલિકામાં અત્યાર સુધી કેટલા ઉમેદવારી પત્રો ભરાયા..!

Thu Feb 11 , 2021
Spread the love             ભરૂચ_સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ઉમેદવારી પત્રો ભરવાનો ચોથો દિવસઃજિલ્લા પંચાયતની 34 બેઠક માટે 7 ઉમેદવારી પત્રો ભરાયા જિલ્લા ની વિવિધ તાલુકા પંચાયતોમાં અત્યાર સુધી 54 ઉમેદવારી પત્રો ભરાયા અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા તાલુકા પંચાયત માટે એક પણ ઉમેદવારી પત્ર હજુ ભરાયા નહીં વાગરા તાલુકા પંચાયત માં 12 ફોર્મ ભરાયા […]

You May Like

Breaking News

error: Content is protected !!