વટવા પોલીસ સ્ટેશનમા ગોમાંસના ગુનાના આરોપીને PSI સાટીયા અને પોલીસકર્મીઓ દ્વારા ઢોર માર મરાયાનો આક્ષેપ? આરોપી સિવિલ મા દાખલ!..

અમદાવાદનાં વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને માંસ નો ધંધો કરતા રિઝવાન કુરેશીને વટવા પોલીસ સ્ટેશન PSI વિક્રમ સાટીયા અને અન્ય 15 જેટલા પોલીસકર્મીઓ દ્વારા લાત ફેંટો અને મુક્કા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા આરોપી રિઝવાન કુરેશીને તાત્કાલિક મણિનગરની એલજી હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને એટલી હદે માર્યો છે કે તેમને તાત્કાલિક દાખલ કરવાની ફરજ પડી છે. પોલીસના મારથી આરોપી રિઝવાન કુરેશીના મોઢા, આંખ, હાથ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. આરોપી અને તેમના પરિવારજનોનો વટવા પોલીસ સ્ટેશનનાં PSI વિક્રમ સાટીયા અને અન્ય 15 જેટલા પોલીસ કર્મીઓ ઉપર આક્ષેપ છે કે આરોપીના આંખ હોઠ હાથ અને પગના ભાગે લાતો, ફેંટો, લાકડી અને દંડા વડે માર મારવાના કારણે આરોપી લોહી લુહાણ થઈ જતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. તો બીજીતરફ વટવા પોલીસે આરોપી અને તેમના પરિવારજનોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ઘટના વિશે મળતી માહિતી અનુસાર ગત તારીખ 7/2/2021 ના રોજ વટવા પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સૈયદવાડી પાસેની અશ્મિ સ્કૂલની બાજુમાં આવેલા મદનીનગરમા રિઝવાન કુરેશી નામનો શખ્સ પોતાની દુકાનમાં ગેરકાયદેસર ગોમાંસ વેચે છે. જેથી વટવા પોલીસે બાતમી મળેલ જગ્યાએ તપાસ કરતા દુકાનમાંથી 70 કીલો ગોમાંસ મળી આવ્યો હતો. પરંતુ દુકાનનો માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસને દુકાનમાંથી માંસ કાપવાના મોટા છરા, ગોળાકાર લાકડું, લોખંડના સુયા, તથા એક વજનકાંટા સહીત કુલ 11000 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે વોન્ટેડ આરોપી રિઝવાન ઇસ્માઇલ કુરેશીની વિરૃદ્ધમા ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમ કલમ 5,6,7,8 તથા 335 અને 392 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન આરોપી રિઝવાન કુરેશીએ પોતાના વકીલ રાજુ શેખને વાત કરતા રાજુ શેખ દ્વારા વટવા PSI અને તપાસ અધિકારી વિક્રમ સાટીયા સાથે વાત કરી આરોપીને પોતે વટવા પોલીસ સ્ટેશનમાં હાજર કરાવી આવ્યા હતા. આરોપીને રજુ કર્યાબાદ વકીલ રાજુ શેખના મોબાઈલ ઉપર આરોપીના ભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે, સાહેબ રિઝવાન કો PSI સાટીયા ઔર પોલીસવાલો ને બેરહમી સે મારા હે ઔર પોલીસ ભાઈ કો હોસ્પિટલ લેકર જા રહે હે. જેથી આરોપી રિઝવાન કુરેશીના વકીલ તાત્કાલિક એલજી હોસ્પિટલ પહોંચી ગયા હતા. એલજી હોસ્પિટલમા પોતાના અસીલ આરોપી રિઝવાન કુરેશીને જોઈ વકીલ સ્તબ્ધ થઈ ગયા હતા. કારણકે રિઝવાન કુરેશીના મોઢામાંથી લોહી નીકળતું હતું,અને હાથ પગ અને પીઠના ભાગે મૂઢ મારના લીધે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી વકીલ રાજુ શેખ દ્વારા આરોપી રિઝવાન થી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વટવા પોલીસને મુજહૈ બહોત મારા હે, PSI વિક્રમ સાટીયા ઔર 15 જીતને પોલીસવાલોને મુજહૈ બારી બારી પકડ પકડ કે મારા હે. ઔર મારને કે બાદ મેરી હાલત બહોત ખરાબ હો ગઈ તો મુજહૈ સિવિલ લેકર આયે હે. અબ મુજહૈ PSI સાટીયા બોલ રહે હે કી ડોક્ટર કો એસા બોલના કી મે ભાગને કી કોશિસ કર રહા થા તો પહેલે માલે સે નીચે ગીર ગયા. અગર તુ એસા બોલેગા તો તુજહેં તુરંત જામીન દે દેંગે. લેકિન સચ યે હે કી યે લોગ જબરદસ્તી કરકે માર રહે થે.

પોતાના અસીલની હકીકત અને દશા જોઈને વકીલ રાજુ શેખે PSI વિક્રમ સાટીયા સાથે વાત કરી હતી કે, મારો અસીલ કોઈ લૂંટ, રેપ કે હત્યાનો આરોપી ન હતો, તેમ છતાં અમે અમારા અસીલને સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો. છતાંય પોલીસે આરોપી રિઝવાન કુરેશી સાથે કોઈ અદાવત રાખી અમાનવીય વર્તન કરી ઢોર માર મારી લોહી લુહાણ કરી કાયદાનો દુરુપયોગ કર્યો છે.પરંતુ વટવા પોલીસ પોતાનો બચાવ કરતા નજરે પડી હતી અને આરોપી ભાગવાની કોશિશમા પહેલા માળેથી નીચે પટકાઈ ગયો હોવાનું રટણ કરી રહી છે. બીજીતરફ આરોપીના પરિવારજનો એ વટવા પોલીસના ગેરવર્તન અને PSI વિક્રમ સાટીયાને બેજવાબદાર ગણાવી તેમની સાથેના અન્ય પોલીસકર્મિયો સામે ગંભીર આક્ષેપ લગાડી રોષ પ્રકટ કર્યો હતો, અને કસૂરવાર પોલીસકર્મીઓ સામે હાઇકોર્ટમાં ફરીયાદ કરવા પોતાના વકીલ રાજુ શેખને જણાવ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નાણાકીય છેતરપીંડીના બનાવમાં રૂ . ૫૦,૦૦૦ / - રીફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ..

Tue Feb 9 , 2021
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા જણાવેલ . જેથી ભરૂચ જીલા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાયબર […]

You May Like

Breaking News