વાગરા તાલુકાના દયાદરાથી અરગામા તરફ જતા માર્ગ પર ઠેર-ઠેર ગબડાઓના માર્ગની હાલત બિસમાર થઈ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. દયાદરા ગામની પશ્ચિમ તરફનો અરગામા તરફ જતા રસ્તા પર પડેલ ખાડાઓમાં પાણી ભરાઈ જતા રોયલ પાર્ક સહિતના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવા ની ફરજ પડી રહી છે. વધુમાં વિલાયત,સાયખા ઉદ્યોગોમાં કામ પર જતાં કર્મચારીઓ અને વાગરા તરફ જતા લોકો આ માર્ગ પરથી પસાર થતા હોઈ તેઓ પણ ભારે અગવડ ભોગવી રહ્યા છે.આ માર્ગ પર થી પસાર થતા લોકો દ્વારા માર્ગ ને દુરસ્ત કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સદર માર્ગનું નવીનીકરણ કરવા માર્ગ અને મકાન વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા કાર્યપાલક ઈજનેર પાસે મંજૂરી માંગવામાં આવી હોવા છતાંય નવીનીકરણ કામગીરી કરવા માટે કાર્યપાલક ઈજનેર તરફથી મંજૂરી આપવામાં અખાડા કરવામાં આવતા હોવાની વિગતો સપાટી પર આવી છે.
ઇજનેરની મંજૂરી વિના રોડનું કામ અટકી પડયું
Views: 32
Read Time:1 Minute, 24 Second