પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા જણાવેલ . જેથી ભરૂચ જીલા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ એ.ટી.એમ. રોડ , લોન – લોટરી ફોડ , જોબ ફ્રોડ , શોપીંગ ફોડ , આર્મીના નામે OLX / ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં ભરૂચ જીલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે . અરજદારના ફોન પર બેન્કના કર્મચારીના નામે ફોન આવેલ અને અરજદારની બેન્ક ડીટેલ માંગી બેન્ક ખાતા માંથી રૂપિયા ૫૦,૦૦૦ / – ઉપાડી લીધેલ . જે ૧૦૦% રૂપિયા અરજદારના બેન્ક ખાતા પરત અપાવેલ.
ભરૂચ સાયબર સેલ દ્વારા જણાવમાં આવે છે કે Google ” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહીં.
તેમજ ઓનલાઇન મળતા સસ્તા ફોન વેચતી વેબસાઇટ ઉપર ભરોશો કરવો નહી કોઇ પણ વ્યક્તિ સરસ્તામાં આપણને કાંઇ પણ આપતા નથી. તેમજ ફોનપે અથવા કોઇ પણ વોલેટમાં કેશબેક આપવા માટે કોઈ પણ કોલ આવે તો કોઇ પણ માહીતી આપવી નહી યાદ રાખો રૂપીયા લેવામાટે કોઇ પણ OTP , CCV , પાસવર્ડ , કે આપના ઉપર કંપની / વોલેટ તરફથી આવતા કોઇ પણ મેસેજ આપવા નહી , બેંક મેનેજરના નામે ફોન આવે અને ફોન ઉપર બેંક એકાઉન્ટને લગતી માહીતી આપી દેતા લોકોના છેલ્લા ઘણા સમયથી ચોકાવનારા કીરસાઓ ધ્યાન પર આવેલ છે. જેથી આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બૅન્કમાંથી માહીતી માટે ફોન અથવા મેસેજ આવે તો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર લાગે રૂબરૂ બેન્કમાં જઇ માહીતી મેળવી લેવી. તેમજ ફોનમાં એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા જણાવે તો કોઇ પણ એપ ઇન્સ્ટોલ કરવી નહી . આવી એપ્લીકેશનથી આપનો મોબાઇલનો એક્સેસ સામે વાળા વ્યક્તિના કરી શકે છે આવી એપ બેગ્રાઉન્ડમાં પણ કામ કરતી હોઇ છે. જેથી આપની સાથે મોટી નાણાકીય છેતરપીંડી થઇ શકે છે ,
ભરૂચ પોલીસ આપની સાથે , આપની માટે , હંમેશા …..
—– Security is not completed Without “ U ” ——–