પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ. શ્રી બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે સુરત રૂરલ માંડવી પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ – એ ૧૧૨૧૪૦૩૨૨૨૦૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૮, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી) મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી મિનેષકુમાર બીપીનભાઇ સીધ્ધપુરા રહે. ૩૩, જગન્નાથપુરી સોસાયટી, શુભલક્ષ્મી બંગલો નજીક, ઝાડેશ્વર, ભરૂચનાને આજે તા.૨૧/૦૧/૨૦૨૨ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર સી ડીવી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. નિલેશભાઇ નારસીંગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા વુ.પો.કો. નિતાબેન રમણસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
સુરત રૂરલ માંડવી પો.સ્ટે.ના છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ…
Views: 73
Read Time:1 Minute, 40 Second