આણંદ સબ જેલ માં કલેક્ટર ની ચેકિંગ દરમ્યાન ત્રણ પ્લસ એક ની ગાર્ડ એટલે એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ કોન્સ્ટેબલો પાસે મોબાઇલ મળી આવતા તેને કબ્જે લઇ આણંદ ના એસપી અજિત રાજીયાણ ને તેની જાણ કરવામાં આવી હતી !આ અંગે પ્રમાણિક એસપી રાજીયાણ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાવી ચારે પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિજયરાજ નિર્મલસિંહ,કિરીટસિંહ દાનુભા તથા પરવેજખાન સેફુલ્લાખાન ને ફરજ માં નિષ્કાળજી દાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે !ઉલ્લેખનીય છે કે જેલ ગાર્ડ ડ્યૂટી દરમ્યાન કર્મીઓએ પોતાના મોબાઇલ જમા કરાવવાના હોય છે જે તેમને ના કરાવી પોતાની પાસે રાખ્યા હતા !જો કે,જેલર ની પણ ફરજ માં નિષ્કાળજી દેખાવી આવે છે !અને જેલર પ્રશાંતભાઈ પાસે કલેક્ટર દ્વારા ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે !નોંધવું રહ્યું કે આણંદ એસપી અજિત રાજીયાણ દ્વારા ખાખી ની છબિ ખરડાતા કર્મીઓ સામે લાલ આંખ કરી છે અને વિવાદિત કર્મીઓ ની પણ બદલીઓ કરી સાથે -સાથે જિલ્લા માં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવી છે !
આણંદ સબ જેલ માં કલેક્ટર ની ચેકિંગ..
Views: 86
Read Time:1 Minute, 38 Second