ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતો સુનિલ રાજારામ સહાની કામ અર્થે વાગરા ખાતે આવેલી સાયખા જીઆઇડીસીમાં ગયો હતો. દરમિયાનમાં જીઆઇડીસીમાં આવેલાં રોડ નંબર 23 પર પાણીની ટાંકી નંબર 2 પાસેના રોડ પર તે એક બાઇક પર સાઇડમાં બેઠો હતો. તે વેળાં કોઇ વાહન ચાલકે પુરઝડપે ધસી આવી તેમને અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાી ફરાર થઇ ગયો હતો. તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દરમિયાનમાં મૃતકના મિત્ર મુસાફરી પ્રજાપતિ તેમજ અન્ય લોકો ત્યાં પહોંચતાં ઘટના સ્થળથી 100 મીટર દૂર વેરાયટી કંપનીના ગેટ પર સીસીટીવી કેમેરા લાગેલાં હોવાનું માલુમ પડતાં તેમણે તે તપાસ કર્યાં હતાં. જેમાં માલુમ પડ્યું હતું કે, સાંજના 5:22 વાગ્યે જીઆઇડીસીમાંથી એક પીળા કલરનું હાઇડ્રાના ચાલકે આવી તેમના રોડની સાઇડમાં બઇક પર બેસેલાં મિત્રોને ટક્કર મારી ત્યાંથી 100 મીટર દૂર આવેલાં હાઇડ્રાના કેમ્પ પર પાર્ક કર્યું હતું. જેના પગલે પોલીસે તેના આધારે હાઇડ્રા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહીહાથ ધરી છે.
સાયખામાં બાઇક પર બેઠેલા યુવાનને હાઇડ્રાએ ટક્કર મારતાં મોત નીપજ્યું
Views: 53
Read Time:1 Minute, 30 Second