ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઉભેલ છે.જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.જેવી બાતમીના આધારે પોલીસે કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસને જોઈ બંને ઇસમો ભાગવા જતાં એક ઇસમને પોલીસ ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી એક દેશી પિસ્તોલ,,14 કાર્ટીઝ અને 2 મેગ્જિન અને એક બાઇક મળી કુલ 71 હજારના મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ બોટાદ અને હાલ જોલવા ગામના પાણીની ટાંકી પાસે ઝ્પડપટ્ટીમાં રહેતો ભરત માલા બાંબાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેનો મિત્ર અને જોલવા ગામના એચ.પી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલએ આજે રાત્રે એક કામ કરવાનું છે.જેથી તું રાજપીપળા ચોકડી આવી જાતે તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલે ભરત બાંબાને પિસ્તોલ અને કાર્ટીઝ આપ્યા હતા જે બાદ કઈક કહે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યુ હતું પોલીસે તેની ધરપકડ કરી ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રોગતિમાં કર્યા છે.
ભરુચ એલસીબીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી દેશી પિસ્તોલ,,14 કાર્ટીઝ અને 2 મેગ્જિન અને એક બાઇક મળી કુલ 71 હજારના મુદ્દામાલ સાથે બે પૈકી એક ઇસમને ઝડપી પાડ્યો
Views: 31
Read Time:1 Minute, 53 Second