Read Time:1 Minute, 8 Second
ભરૂચના મોહમ્મદ પુરા ઘાસમંડાઈ વિસ્તારમાં ગટરલાઈન ચોકઅપ થઈ જતા રોડ પર પાણી ફરી વળ્યા, વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ…આવા દ્રશ્યો જૂના ભરૂચમાં કેટલાયે ઠેકાણે જોવા મળે છે…કારણ કે ગટરોની અંદરનો કાદવ જ કઢાતો જ નથી…ફ્ક્ત ઊપર ઊપર થી કચરો લઈ લેવામાં આવે છે તે પણ દેખાડા પૂરતું…કેટલીક જગ્યાએ તો કચરો પણ વાળવામાં આવતો નથી…તો કેટલીય જગ્યાએ રસ્તાઓ નવીનીકરણ માંગી રહ્યા છે તે તો થતાં નથી પરંતુ પેચ વર્ક પણ કરતા નથી…જૂનું ભરૂચ નાના ટેકરા પર વસેલું શહેર છે, પરંતુ હવે એમ પણ કહી શકાય કે ખાડામાં વસેલું શહેર એટલે ભરૂચ….વિચારવું એ રહ્યું કે શું આ રીતે સ્વચ્છ ભારત અભિયાન પરિપૂર્ણ થઈ શકશે….?!… સફાઈના નામે વેરો ભરવાનો શું મતલબ ?!…નવા રસ્તા તો બનતા નથી પરંતુ રસ્તા ઓનું પેચ વર્ક ક્યારે કરવામા આવશે…?!…