આજરોજ યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલપર વિમેન યુનિયનના નેજા હેઠળ આંગણવાડી વર્કર અને હેલપર બહેનો ભરૂચ કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિવિધ મુદ્દા સાથે ભરૂચ કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર વર્કર અને હેલ્પર બહેનોના માનદ વેતનમાં વધારો કરવો, વર્ગ 4 ના કર્મચારી જાહેર કરવા, કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવા, વર્કર અને હેલપર બહેનોની આર્થિક સ્થિતિ નબળી હોય ગરમ નાસ્તામાં અપાતા બિલો તેમજ વીજળી બિલ ગેસ રિફિલ બિલ અને અન્ય ખર્ચાઓ ના ખર્ચ કરવાથી મુક્તિ આપવી પ્રમોશન આપવું તેમજ આંગણવાડી બહેનોને આરોગ્ય લક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના લાગુ કરવા ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેજ્યુઇટી ચલાવવામાં આવે જેવી વિવિધ માંગો સાથે મોટી માત્રામાં આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરી ખાતે ભેગી મળી આવેદન પાઠવી જિલ્લા સમાહર્તાને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલપર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
Views: 45
Read Time:1 Minute, 27 Second