ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં પ્રવેશતા પહેલા કોતરમાં વડ પાસે કોઝવે હતો જેથી ચોમાસામાં વરસાદી પાણી વધારે આવતા અવરજવર બંધ થઈ જતી હતી તેથી ગામના ઈશ્વરભાઈ ભક્તએ 10 લાખના ખર્ચે 2002માં ચેકડેમ બનાવી આપ્યો હતો ત્યારથી ગામનો રસ્તો પણ બની ગયો અને પાણીના તળ પણ ઊંચા આવ્યા. છગનભાઈ ભક્ત અને તેમના પરિવાર તરફથી પીવાના પાણી માટે ઓવરહેડ આરસીસી ટાંકી 11 લાખના ખર્ચે બનાવી આપી હતી.દરેકના ઘરની આગળ ગાયો, ભેંસો બંધાતી હતી જેને લઈ સવાર પડે એટલે દરેકના ઘરની આગળ રસ્તા ઉપર એકલું છાણ અને પોદળા જ હોય આ ગંદકી દૂર કરવા ગ્રામજનોએ એક જ બેઠકમાં સમસ્ત ગામે નક્કી કર્યું અને દરેકના ઢોર ઘરના વાડામાં બાંધવા અને ગામનો રસ્તો બનાવવો ત્યારથી આ ગામ શહેર જેવી સુવિધા યુક્ત બની ગયું . જેમાં સૌથી વધુ સહયોગ ગામના વિદેશમાં વસતા પરિવાર અને પછી ગામના લોકોનો આર્થિક સહયોગથી શક્ય બન્યું છે.આરસીસી રસ્તો 18 લાખના ખર્ચે તેમાં વચ્ચે ડિવાઈડર તેમજ સાઈડ ઉપર ફૂટપાથ અને ફૂલ ઝાડ રોપવામાં આવ્યા છે. 3.50 લાખના ખર્ચે આખું ગામ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં બાળકો માટે બે ઓરડા બની ગયાં છે.દરેક પરિવારના ઘરે ઘર પીવાના પાણીના માટે પાઇપ લાઇન દ્વારા હર ઘર નળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કુલ ખર્ચો 7.30 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો .નેશનલ હાઇવે નંબર 56 થી ગામના પાદર સુધી ડામર રોડ 3.50 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે.ગામનો સંપૂર્ણ વહીવટ ચાર ટ્રસ્ટીઓ છેલ્લા 15 વર્ષથી કરે છે.ગામમાં કંઈ પણ કરવાનું હોય તો આ ચાર ટ્રસ્ટીઓ નક્કી કરી વિકાસના કામને વેગ આપે છે.
સરકારી સહાય વિના કેલ્વીકુવા ગામની કાયાપલટ
Views: 40
Read Time:2 Minute, 19 Second