ઝનોર ગામે વિજિલ્યન્સ ના દરોડા એક બુટલેગર ઝડપાયો પાંચ વોન્ટેડ.
સ્ટેટ વિજિલ્યન્સ ની ટીમે ભરૂચ તાલુકા ના ઝનોર ગામે દરોડો પાડયો હતો. જેમા એક ખેતરની ઓરડીમાંથી 40,000 ના દારૂ સાથે એક બુટલેગર ને ઝડપી પડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ માં તેની સાથે ભરૂચ નો બુટલેગર નયન ઉર્ફે બોબદા ની સંડોવરી હોવાનું બહાર આવતા નયન બોબદા સહિત 5 જણાને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગર નયન બોબદો શહેર જિલ્લા માં મોટી માત્રામાં દારૂ સપ્લાય કરે છે. ત્યારે તેણે ઝનોર ના દિનેશ રાયસિંગ માછી ના ઘરે તેમજ સંજય ઉર્ફે અજય પરસોત્તમ માછી અને જીતેશ ઉર્ફે જીતિયો પરસોત્તમ માછી ને દારૂ નો જથ્થો સપ્લાય કર્યો હોવાની વિગતો સ્ટેટ વિજિલ્યન્સ ટીમને મળી હતી. જેના પગલે ઝનોર ગામે દરોડા પાડ્યા હતા.
ટીમે ઝનોર ગામના દિનેશ રાયસિંગ માછી ઘરે તેમજ તેના ખેતરમાં આવેલ ઓરડી ખાતે તપાસ હાથ ધરતા ટીમને ત્યાંથી કુલ 40,000 ની મત્તા ની વિદેશી દારૂની બોટલો તેમજ ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત ત્યાં હાજર સંજય ઉર્ફે અજય માછી ની ધરપકડ કરી હતી. તેની પાસે થી એક સ્કૂટર , એક મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.75,000 જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે તેની સાથે દારૂના વેપલામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.