અંકલેશ્વરના પેરેડાઈઝ ઇન્ડીયા, સુરતના સિયારામ ગ્રીન વર્લ્ડ તેમજ ગ્રીન આર્મી NGO ના સહયોગથી કૈલાસપતિ વૃક્ષના રોપાનું રોપાણ અને વિતરણ કરવામાં આવ્યું

અંકલેશ્વર પાસે આવેલ પુનગામ લાખા હનુમાનજી મંદિર પરિસર ખાતે “કૈલાસપતિ વૃક્ષના રોપાનું રોપાણ અને વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે કાર્યક્રમનુ આયોજન પેરેડાઇઝ ઇન્ડિયા, અંકલેશ્વર દ્વારા સુરતની બે એન.જી.ઓ શ્રી સીયારામ ગ્રીન વર્લ્ડ અને ગ્રીન આર્મી ગ્રુપ ના સહયોગ થી આગામી ૮ થી ૧૦ વર્ષમાં એક લાખ “કૈલાશ પતિ” વૃક્ષોના છોડની રોપણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સૂર્યપુત્રી તાપી કિનારે વસેલા સુરત શહેરમાં શ્રી સિયારામ ગ્રીન વલ્ડઁ ગૃપ પવિત્ર કૈલાશપતિ મહાદેવ ના વૃક્ષોના રોપા બીજમાંથી તૈયાર કરીને નિ:શુલ્ક રોપાનું વિતરણ કરે છે, પહેલા તો ખાસ ભારતના મંદિરો, શાળાઓ અને ખુલ્લી જગ્યાઓમાં અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં એક પણ શહેર કૈલાશપતિ વૃક્ષ વિના બાકી ન રહે તે લક્ષ્યાંક સાથે અંકલેશ્વર પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓ શ્રી સિયારામ ગ્રીન વલ્ડઁ ગૃપ સાથે કદમથી કદમ મિલાવીને ૧૧૧ પવિત્ર અને દુર્લભ કૈલાશ પતિ મહાદેવ ના વૃક્ષો પુનગામ મંદિર ના પરિસરમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું અને વિતરણ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે આવનાર ૮ થી ૧૦ વર્ષમાં અક્લેશ્વરની અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ અને સરકાર ના સહયોગથી પવિત્ર કૈલાશપતિ મહાદેવના વૃક્ષો રોપીને અક્લેશ્વર શહેરને પ્રદુષણ મુક્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

” પ્રોજેકટ કૈલાશપતિ હેઠળ ” અંકલેશ્વરની પેરેડાઈઝ ઈન્ડિયા એનજીઓ દ્વારા દુર્લભ મનાતા કૈલાશપતિ ( શિવલિંગી ) વૃક્ષના છોડ વાવવાની તૈયારી કરી છે. ચોમાસાની શરૂઆતમાં વિવિધ ચોક્કસ સ્થળે ઉગાડી તેનું યોગ્ય જાળવણી થઈ શકે અને મોનિટરીંગ થાય તેવી જગ્યા પર તેની ઉગાડવાની શરૂઆત કરી છે.

આજના આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, શહેર ભાજપ પ્રમુખશ્રી નરેન્દ્ર પટેલ, પુનગામ હનુમાન મંદિરના મહંતશ્રી મંગલદાસ બાપુ, મંદિરના ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ પટેલ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ગાર્ડન ઇન્ચાર્જશ્રી રઘુવિર સિંહ મહિડા તેમજ સામાજીક વનીકરણના RFO શ્રી ડી.વી.ડામોર ઉપસ્થિત રહ્યા હતા. પેરેડાઇઝ ઇન્ડિયાના અમિત ભાઈ રાણા, અક્ષેશભાઈ પટેલ, સાહીના મેમ, અર્જુન પરમાર ,હાર્દિક પટેલ, હિરેન પ્રજાપતિ અને હિરેન પરમાર આ ઉપરાંત શ્રી સીયારામ વર્લ્ડ ગ્રૂપ સુરતના નીતિનભાઈ પટેલ અને ગ્રીન આર્મી સુરતના મનસુખભાઈ કાસોદરીયા હાજર રહેલ હતા.

નગરપાલિકા પ્રમુખશ્રી વિનય વસાવાએ અંકલેશ્વર શહેરમાં વૃક્ષારોપણ કરવા અને નગરપાલિકા ના સહયોગની ખાતરી પણ આપેલ હતી.

આ સંસ્થાના સંસ્થાપક અમિત રાણા એ કહું કે આ વૃક્ષનો વિકાસ ખૂબ જ ધીમો હોવાથી કોઈ તેને ઉગાડવાનું પસંદ કરતાં ન હોવાથી તે લુપ્ત થઈ રહ્યું છે. કૈલાશપતિ નું વૃક્ષ એક દુર્લભ વૃક્ષ છે. આ વૃક્ષોના ફૂલોની મહેકથી અંકલેશ્વરના વાતાવરણના રહેલા ઔધોગિક ઉત્પાદનનો થી નીકળતા ઝેરી વાયુઓ અને રસાયણોની શોષણ કરવાની ક્ષમતા રહેલી છે. આ ઉપરાંત આ વૃક્ષના ફૂલ પ્રત્યે મધમાખીઓ ઘણી આકર્ષિત થાય છે અને આ મધમાખીઓ આપના બાયોડાયવર્સિટી માટે ઘણી મદદરૂપ થાય છે. “શહેરમાં પર્યાવરણની સમસ્યાઓ નાથવા માટે ફક્ત સરકારની જવાબદારી નથી દરેક નાગરિક જનની જવાબદારી છે. તે માટે યુવાઓ જાગ્રત થાય અને સભાનતા કેળવે તે હેતુથી સંસ્થા પર્યાવરણીય સભાનતાના કામ કરી રહી છે”

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સ્વિટી પટેલ હત્યાકાંડમાં અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને ૧૧ દિવસ ના રિમાન્ડ...!!

Mon Jul 26 , 2021
કોઈ પણ એક વ્યક્તિ દ્વારા મૃતદેહને સળગાવી દેવો શકય નથી, કિરીસિંહ જાડેજા સહિત અન્ય સહઆરોપીઓ સાથે આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની આશંકા.. વડોદરા જિલ્લાના એસઓજીના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વિટી પટેલની ચકચારી હત્યાના મામલે પીઆઈ અજય દેસાઇ અને કોંગ્રેસના આગેવાન કિરીટસિંહ જાડેજાના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ૪૯ […]

You May Like

Breaking News