તા.૮/૧૨ ને મંગળવારે સાંજે નારેશ્વર તરફ થી રેતી ભરી સાસરોદ ગામ ની નવીનગરી ચોકડી પાસે થી પસાર થતી ટ્રક નવી નગરીમાં રહેતાં ૬ વર્ષ નાં બાળક ને ટ્રક ચાલકે ઉડાવી દીધો હતો. આ અકસ્માત માં ૬ વર્ષ નાં બાળક ને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આણંદ નાં મૂળ વતની અને છ (૬) વર્ષ થી સાસરોદ ગામે રહી ભરૂચ લારી પર ફ્રુટ વેચી પરિવાર નું ગુજરાન ચલાવતાં ફિરોઝ ભાઈ બાબુ ભાઈ પટેલ નો છોકરો ફેસલ સમી સાંજે સાસરોદ ચીકડી પર જતાં અહીં થી પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે નારેશ્વર તરફ થી આવી રહેલી હાઈવા ટ્રક નબર જીજે ૧૬ એ યુ ૬૮૧૮ ના ચાલકે બાળક ને અડફેટમાં લઈ તેના પર ટ્રક ચઢાવી દીધી હતી. બાળક આગળના ભાગે ચગદાઈ ગયો હતો. શરીર નાં ભાગ નો ખુરડો થઈ ગયો હતો. બાળક નું ખુબજ કરૂણ રીતે મોત નિપજ્યું હતું. ટ્રકનો ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો. અકસ્માત અંગે પોલીસ જમાદાર શૈલેશ ભાઈએ ઘટના સ્થળે દોડી આવી બાળક નું પી એમ અર્થે પાલેજ સરકારી હોસ્પિટલ માં ખસેડાયો હતો. પોલીસે હાઈવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાસરોદ/નારેશ્વર તરફ થી આવતી હાઈવા ટ્રક બાળક ઉપર ફરી વળતાં ઘટના સ્થળે બાળક નું મોત નીપજ્યું..
Views: 79
Read Time:1 Minute, 33 Second