Read Time:1 Minute, 8 Second
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ફેલીસીટા હોટલમાં બપોરના સમયે અચાનક આગ લગતા દોડધામ મચી જવા પામી હતી.મંગળવારના રોજ બપોરના સમયે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ફેલીસીટા હોટલમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હોટલમાં જમવા આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગની ઘટના અંગે હોટલ સંચાલકે ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર વિભાગના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં ધુમાડાને પગલે એક યુવાન બેભાન થઇ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયારે સદનસીબે કોઈને જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આગને પગલે હોટલમાં નુકશાન થયું હોવા સાથે કેવી રીતે આગ લાગી તે જાણી શકાયું નથી.