ભરૂચની એક યુવતિના કોસંબા ખાતે લગ્ન થયાં હતાં. દરમિયાનમાં તેને પુત્રીને જન્મ આપ્યાં બાદથી તેના પતિ તેમજ સાસુ-સસરા દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપતાં આખરે કંટાળી પિયરે જતી રહી હતી. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીન લ્ગન 2021માં કોસંબા ખાતે રહેતાં શાકીર ઇદ્રીશ શાહ સાથે થયાં હતાં. લગ્નના થોડ સમય સુધી તેના સાસરિયાઓ તેને સારી રીતે રાખતાં હતા.અરસામાં તે સગર્ભા થતાં સિમંતમાં પિયરે આવ્યાં બાદ તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાદ તેના પતિ તેમજ સાસુ અફસાના તેમજ સસરા ઇદ્રીશ હોસ્પિટલમાં છોકરાઓને જોઇને પરત જતાં રહ્યાં હતાં. જે બાદ તેઓ ચારેક મહિના સુધી તેને લેવા નહીં જતાં તે જાતે જ સાસરીએ જતી રહી હતી.જોકે, તેના ગયાં બાદથી સાસરિયાઓએ તેના પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવા લાગ્યાં હતાં. તેમજ તેને પાછી પિયરે મુકી આવવા અંગે કહીં બાળકીને દવાખાને લઇ જવા માટે પણ રૂપિયા ન આપતાં હોઇ આખરે ત્રાસીને તે પિયરે જતી રહી હતી. દરમિયાનમાં ગત માર્ચ મહિનામાં તેના પતિએ તેના ઘરે આવી હુ તને તલાક દવા આવ્યો છું કહીં તેને ત્રણવાર તલાક બોલી ઘરમાંથી નિકળી ગયો હતો. સોસાયટીના રોડ પર આવી તેને પુન: ત્રણવાર તલાક બોલી જતો રહ્યો હતો.
ત્રણ વાર તલાક કહીં ત્યજનાર પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો
Views: 210
Read Time:1 Minute, 46 Second