સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા PSIએ પોતાના જ પોલીસ કોર્ટરસના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. PSI એ કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ બહાર આવ્યું નથી. પરંતુ ઘરેલુ કંકાસને લઇને આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ હાલ ચર્ચાઇ રહ્યું છે કે કેટલાક ઘરેલુ કંકાસને કારણે આ પગલું ભર્યું છે. તે સિવાય સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પતિના અન્ય સ્ત્રી જોડે આડા સંબંધ હોવાથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા. આ અંગે મહિલા PSI એ વોટ્સએપની ચેટ પણ પકડી પાડી હતી. એટલું જ નહીં મરનાર PSI અમિતા જોશીએ પતિના ઓડિયો રેકોર્ડિંગ પણ પકડ્યા હોવાની વાત સામે આવી છે. આ સિવાય ,સુત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે PSI છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વિચિત્ર સ્ટેટસ મૂકતા હતા. અમિતા જોશી છેલ્લા પાંચેક દિવસથી ડિપ્રેશનમાં હોય તે પ્રકારના વીડિયો-ફોટો સ્ટેટસ પર અપલોડ કરતા હતા. તેમણે રામલીલા ફિલ્લામાં વાગતા મરસીયાનો વીડિયો મૂક્યો હતો. જે વીડિયો જોઈને પોલીસ કર્મીઓને આશ્વર્ય થયું હતું. સાથે સાથે આગ તો અપને હી લગાતે હે, ગૈર તો સિર્ફ દવા દેતે હૈ એવો પણ વીડિયો મૂક્યો હતો. જ્યારે જો ગુજર ગયા ઉસે પીછે મૂડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હે ઉસે ભી ખો દોંગે જેવા પણ સ્ટેટસ મૂકતા હતા. આ અંગે તેમના પતિનું કહેવું છે કે અમિતાએ એવું કેમ કર્યું ખબર નથી. છેલ્લે પુત્ર સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. મારી બાઈક ચાલુ હોવાથી વિડીયો કોલ પર વાત નહિ થઈ. મેં 10 મિનિટ માંગી હતી કે કોલ કરું થોડી વારમાં નેટવર્ક બરાબર નથી ઉલ્લેખનીય છે કે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI અનિતા જોશીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. પોતાનીજ સર્વિસ રિવોલ્વરથી મહિલા PSIએ ગોળી મારી આપઘાત કરી લેતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડતો થયો હતો. આ અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાઓ માટે સરકાર એ આટલા કડક કાયદા અમલમાં મુકેલ છે તો પણ મહિલા PSI એ આપઘાત કરવો પડે તો વિચારવા જેવી વાત છે કે આમ મહિલાઓ ની તો શું હાલત હશે. ?