નેત્રંગના કુપ ગામ જંગલમાંથી મળી આવેલા ઈજાગ્રસ્ત બાળ કપિરાજને નેત્રંગ વનવિભાગના કર્મીએ તેની સારવાર કરી ત્રણ મહિના પછી સાજું કરી જીવતદાન આપ્યું હતું. 90 દિવસ સારવાર કરતાં બંને વચ્ચે જાણે મિત્રતા બની ગઈ હતી.નેત્રંગ વનવિભાગની ટીમ ત્રણ મહિના પૂર્વે કુપના જંગલમાં રાઉન્ડમાં હતી. તે અરસામાં જંગલમાં ફરતા-ફરતા એક 12 મહિનાનું બાળ કપિરાજ પર નજરે પડ્યું હતું. કપિરાજને ગળાના ભાગે ઈજા હોવાથી નેત્રંગ વનવિભાગની કચેરી ખાતે સારવાર માટે લવાયું હતું. જેને ગળાના ભાગે કોઈક રબરબેન્ડ ફસાઈ જતાં ગળામાં કાપો પડી ગયો હતો. જેના કારણે ગળાના ભાગે આવેલ નળીઓ પણ ચોટવા માંડી હતી. જેથી બાળ કપિરાજને ખાવા-પીવા પણ મુશ્કેલ પડતી હતી. જેને લીધે ગળું કપાય જતા મરવા પડ્યું હતું . વન કર્મીઓ તેની સતત સારવાર કરી જીવદયાની અનોખી મિશાલ દર્શાવી છે. નેત્રંગના પૂર્વમાં ગાઢ જંગલ છે.
નેત્રંગમાં ઈજાગ્રસ્ત કપિરાજની 90 દિવસથી સારવાર કરતા વનકર્મી સાથે અનોખી મિત્રતા…
Views: 74
Read Time:1 Minute, 16 Second