અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે જગુવાર કારના ચાલકે કરેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયાની ચર્ચાઓ હજીય ચાલી રહી છે. ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ દારૂના નશાની હાલતમાં એક કાર ચાલકે મકાનની દીવાલ સાથે અથડાવી દેતાં દીવાલ તૂટી જતા મકાન માલિકને નુકશાન પહોચ્યું હતું. આ મામલે મકાન માલિકે પોલીસમાં જાણ કરતા પોલીસે દારૂના નશામાં રહેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ભાસ્કર ધીરજભાઈ પુરોહિત મકાન નંબર 499માં પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સાંજના પોતાના ઘરે હજાર હતા, તે સમયે એક કારચાલક પોતાનું વાહન સોસાયટીમાં પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક રીતે ચલાવી લાવીને ભાસ્કર પુરોહિતના મકાનની દીવાલમાં અથડાવી દેતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. આ સમયે કારચાલકને જોતા તે દારૂના નશામાં ચૂર હતો અને ઉભા રહેવાનું પણ ભાન ન હતું. મકાન માલિકના પુત્રએ 100 નંબર કંટ્રોલ પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી.કંટ્રોલ રૂમ પરથી અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં મેસેજ મળતા જ પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં. આ સમયે ત્યાં હાજર કાર ચાલકને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ મહેન્દ્રસિંગ છોટેસિંગ રાજાવત પોતે કોસમડીની સાંઈ રેસિડેન્સી રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની કારમાં તપાસ કરતા પ્લાસ્ટિકના ગ્લાસમાં પણ દારૂ ભરેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે નશેડી કારચાલક સામે ગુનો નોંધ્યો:અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં નશામાં ધૂત એક કારચાલકે કારને મકાનની દીવાલમાં ઘૂસાડી; સદનસીબે કોઈ જાનહાની નહીં
Views: 162
Read Time:2 Minute, 16 Second