પો.સ.ઇ એન.જે.ટાપરીયા તથા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા નાઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને જંબુસર – વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન સાથેના પો.કો શૈલેષભાઇ ઇશ્વરભાઇ નાઓને બાતમી મળેલ કે “ તા.જંબુસરના પીલુદરા ગામ કેનાલ ચોક્કી નજીક રહેતા શીવાભાઇ ભીમસંગભાઇ પરમાર રહે પીલુદરા નાઓના ઘરે ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો છે , જે બાતમી આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ તથા એસ.ઓ.જી. ટીમ સાથે તેના ઘરે રેઇડ કરતા તેના કજામાંથી ગેરકાયદેસર નશા કારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો કુલ જથ્થો ૭ કિલો ૯૬૨ ગ્રામ કિંમત રૂપિયા ૪૭,૭૭૨ / – અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦ તથા વજન કાંટો અને વજનીયા રૂપિયા ૩૦૦ / મળી કુલ રૂપિયા ૪૮,૫૭૨/- ના મુદામાલ સાથે પકડાઇ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮ ( c ) , ૨૦ (b(iiiB) } ] , મુજબ વેડય પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર થતાં આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે .
આરોપીનું નામ
શીવાભાઇ ભીમસંગભાઇ પરમાર ઉ.વ .૫ ર રહે.પીલુદરા કહાનવા રોડ , કેનાલ ચોકડી , તા.જંબુસર જિ.ભરૂચ
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી
સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ પો.સ.ઇ એન.જે.ટાપરીયા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા હે.કો. રવિન્દ્રભાઇ નુરજીભાઇ હે.કો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ હે કો.ગીરીશભાઇ જેઠાભાઇ પો.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ પો.કો , સુરેશભાઇ રામસીંગભાઇ પો.કો.વિનોદભાઇ રણછોડભાઇ પો.કો.મો.ગુફરાન મો.આરીફ ડ્રા.પો.કો. પ્રહલાદસિંહ દાનુભા