ભરૂચના શહેર એ ડિવિઝન પોલીસે મોંઘી દારૂની બોટલો લાવી લિમિટેડ ગ્રાહકો રાખી ફોન આવતા જ છાનીછુપી રીતે હોમ ડીલીવરી આપવાનો દારૂનો ધંધો કરતા એક બુટલેગર પાસેથી વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો.આ સાથે પોલીસે દારૂની ખરીદી માટે આવેલા વ્યક્તિની પણ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જીલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા માટે સ્પેશીયલ ડ્રાઇવના આદેશ આપ્યા હતા. જેના આધારે ડી.વાય.એસ.પી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ભરુચ શહેર એ ડીવીઝન પોલીસ મથકના પી. આઈ વી.યુ.ગડરીયા પોલીસ સ્ટાફના પો.કો. મહીપાલસિંહ તથા પો.કો.પંકજભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ હતા.ત્યારે માહીતીના પોલીસે નારાયણ રેસીડન્સી સોસાયટીમાં રહેતો કુલદીપ કાલીદાસ સિદીવાલા શ્રવણ ચોકડીથી ગેલ ટાઉન શીપની સામે રોડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેથી પોલીસે માહિતીવાળા સ્થળ પર પહોંચી થેલીમાં તપાસ કરતાં બોટલ નંગ 03 મળી હતી.પોલીસે બુટલેગર કુલદીપ કાલીદાસ સિધીવાલાના નારાયણ રેસીડન્સીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂની મોંઘી બોટલો 11 નંગ મળી હતી.પોલીસે બુટલેગર પાસેથી રોકડા રૂ.4000 અને એક મોબાઈલ કિં.રૂ.5000 અને દારૂની કિં રૂ.33,319 મળી કુલ રૂ.42,319 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે દારૂની ખરીદી કરનાર રૂપેશ રમાકંત શંખેતની સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના નવીન પીલાજી ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.ફૂડ પાર્સલ કે ઘર ઉપયોગી વસ્તુઓની હોમ ડિલિવરી તો બધે થાય છે.પરતું છેલ્લા કેટલાય સમયથી બુટલેગરને ફોન કરો એટલે બુટલેગર બોટલ લઈને તમારા સ્થળે હાજર થઈ જાય છે.આ બુટલેગરો મોંઘી બોટલો લાવી અમુક ગ્રાહકોનો સંપર્ક કરી તેમનો ફોન આવે એટલે બોટલો તેમના સ્થળ સુધી પહોંચાડી સારી કમાણી કરતા હોય છે.
ભરૂચના એ ડિવિઝન પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો, 42 હજારનો મુદ્દામાલ જપ્ત
Views: 51
Read Time:2 Minute, 52 Second