અરગામા ગામના ફરિયાદીએ વાગરા મામલદાર વિરૂદ્ધ કલેકટરને અરજી આપી કાર્યવાહી કરવા માંગ…
બનાવ અંગે મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના અરગામા ગામના એક વ્યક્તિએ વાગરા મામલદાર વિરૂદ્ધ જિલ્લા કલેક્ટર ને અરજી આપી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે અરજીમાં જણાવ્યા અનુસાર વાગરા મામલતદાર પોતાની સત્તાનો દુરૂ-ઉપયોગ કરી હિટલર શાહી વલણ અપનાવતા હોય અને લોકોને હેરાન કરે છે અને અરજદાર વધુમાં જણાવ્યું હતું કે વાગરા મામલદાર છેલ્લા એક (1) વર્ષ થી ફરજ બજાવતા આવ્યા છે અને વાગરા મામલદાર ચાલતા ફરતા ને પણ હેરાન કરે છે અને વેપારી તેમજ અનેક લોકોને પોતાની સત્તાનો રોફ બતાવી લોકોને ધાક ધમકી આપી હેરાન કરે છે અને કોઈ પણ ગુનામાં ફસવિદેવાની ધમકીઓ આપી છે વધુમાં અરજીમાં જણાવ્યા પ્રમાણે મામલદાર પોતાની સત્તાનો દુરૂ ઉપયોગ કરી વાગરા તાલુકામાં હિટલર શાહી વલણ અપનાવતા આવ્યા છે પરંતુ મામલદાર હોઈ મોટા હોદ્દા ઉપર હોઈ જેના લીધે કોઈ તેમના સામે કાર્યવાહી કરવા આગળ આવતા નથી અને જો કોઈ કાર્યવાહી કરવા આગળ વધે તો તેને પોલીસ પાસે ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી ચૂપ કરાવીદે છે
વાગરા મામલદાર નો થોડા સમય અગાઉ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં વાગરા બજાર માં એક વેપારી વેપાર કરતો હતો અને કોરોનાનો સમય ચાલતો હતો અને મામલદાર બજારમાં તપાસ માટે નીકળ્યા હતા જ્યાં એક વેપારીની દુકાનમાં જઈ તેના સાથે વાત કરી ત્યાર બાદ મામલદાર એકાએક ઉશ્કેરાઈ જઈ વેપારીને લફરાત કરતા લાફો જીકી દીધો હતો જેનો વિડિયો પણ વાઇરલ થયો હતો ત્યાર બાદ એ વેપારી કાર્યવાહી કરવા આગળ આવ્યો તો તેને ખોટા કેસોમાં ફસાવવાની ધાક બતાવી ચૂપ કરાવી દીધો હતો
લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે વાગરા મામલદાર પોતાની સત્તાનો દુરૂપયોગ કરી લોકોમાં ખોફ ઊભો કરી વેપારીઓ પાસેથી કોઈ પણ કારણ ઉભુ કરી ખોટા કેસ કરવા ધમકી આપી મોટા તોડ પણ કરે છે અને દર અઠવાડિયે પોલીસ ને સાથે રાખી માસ્કના દંડ ના નામે લોકો પાસેથી પૈસાની ઉગરાણી કરે છે તેવી લોક ચર્ચા એ ભારે જોર પકડ્યું છે
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે તારીખ 07.10.2021 ના રોજ બપોરે 2.30 વાગ્યાના સુમારે વાગરા મામલદાર અરગામા ગામે અરજદારની માલિકીની જમીનમાં આવી કોઈ પણ લેખિત કે મૌખિક જાણ કર્યા વિના માપણી કરવા માટે પોલીસ તેમજ માપણી ના કર્મચારીઓ સાથે આવ્યા હતા તે સમયે ફરિયાદી હજાર ન હતા તેમના પિતરાઈ ભાઈ તેમજ ભત્રીજા હાજર હતા તે સમયે મામલદાર પોતાનો પાવર બતાવી બેફામ અપશબ્દો બોલવા માંડ્યા હતા અને કહેતા હતા કે હું તારા ઉપર લેન્ડ ગ્રેબીંગ નો ગુનો બનાવીશ તે જમીન પચાવી પાડી છે તો ફરિયાદીના પિતરાઈ ભાઈ એ જણાવ્યું હતું કે આ જમીન ફરિયાદીની હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અમારી માલિકીની જમીન માં કેટલાક અસામાજિક તત્વો અમારી જમીન પર ખોટું રીતે કબ્જો કરી દબાણ કર્યું છે તેમ જણાવતા મામલદાર વધુ ઉશ્કેરાઈ જઈ કેહવા લાગ્યા હતા કે મારી સત્તા છે હું ચાહું એવું કરી શકું છું અને તું બો બોલ નહિ બાકી તારા ઉપર હમણાં સરકારી કામમાં રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરાવું છું તો ફરિયાદીના પિતરાઈ ભાઈ એ જણાવ્યું હતું કે સાહેબ તમે આવી રીતે ગાળો ના બોલો અને આમ ગામમાં આવી લોકોને હેરાન ન કરો હું તમારા વિરૂદ્ધમાં કલેકટર સાહેબને ફરિયાદ કરીશ તો મામલદાર વધુ ઉશ્કેરાઈ જઈ કેહવા લાગ્યા હતા કે તારે કલેકટર શું ગૃહ મંત્રી કે મહેસૂલ મંત્રીને પણ કેહવુ હોઈ તો કહી દેજે હું બધાને સાચવું છું તેમ મામલદાર એ ધમકી આપી હતી અને ફરિયાદીની માલિકીની જમીન ઉપર ગેર કાયદેસર પ્રવેશ કરી માપણી કરવાની શરુ કર્યું હતું ત્યાર બાદ ફરિયાદીના પિતરાઈ ભાઈ અને ભત્રીજા એ વિડિયો ઉતાડવાનું ચાલુ કરતાં મામલદાર અને માપણી કરવા આવેલા બધા તાત્કાલિક સ્થર છોડી ભાગી ગયા હતા તેવા આક્ષેપ ફરિયાદીએ કર્યા હતા અને મામલદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ સાથે કલેકટરને લેખિતમાં અરજી આપી હતી શું ઉચ્ચ અધિકારીઓ મામલદાર ઉપર કાર્યવાહી કરશે કે પછી આવ ભાઈ હરખા આપણે બેવ સરખા ની નીતિ અપનાવે છે એ જોવાનું રહ્યું.