પાંચ વર્ષ પૂર્વે ભરૂચના નેતાઓના ડબલ મર્ડરના આરોપીઓના ઘરના જેલના ખર્ચા ટંકારીયાના જુગારધામ ઉપરથી ફાળવાય છે?
ગુજરાત આખામાં જુગારના મોટા અડ્ડાઓ બંધ છે ત્યારે પાલેજના ટંકારીયા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના ચાર હાથ
વર્તમાન સરકારના શાસનમાં ગુજરાત આખામાં છૂટા છવાયા છાના છપલા ચાલતા બે નંબરના ધંધાઓ બાદ કરતા મોટા અડ્ડાઓ અને ક્લબો ઉપર પોલીસનો અંકુશ છે. જ્યારે ભરૂચ ડિસ્ટ્રીક્ટના પાલેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ટંકારીયા ગામ પૈસાની હારજીતના જુગાર માટે મોટું હબ સાબિત થઈ રહ્યું છે. અહીંયા ચોવીસે કલાક અને ખાસ કરીને રાત્રિના અગિયાર વાગ્યા પછી ગુજરાતભરના મોટા મોટા ખેલીઓ લક્ઝુરીયસ મોટરકાર લઈ લાખ્ખો રૂપિયાની હારજીતનો જુગાર રમવા આવે છે. બે હજાર અને પાંચસોની નોટોનો વરસાદ વરસતો જાેવા મળે છે. ભરૂચ જિલ્લા પોલીસ સહિત ગુજરાતની એક પણ શાખા ત્યાં કાયદેસરની કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. લેખિત તેમજ ઈ-મેલથી ફરિયાદો થાય છે. પણ ફૂટલી કારતૂસ જેવી પોલીસ કયા હિસાબે મિસપંચ નામું કરી સેટીંગ કરી નાખે છે તે તો કોઈ ઉપલા ઉચ્ચ નિષ્ઠાવાન અધિકારી અંગત રીતે તપાસ કરે તો જ બહાર આવે.
અત્રે નોંધનીય છે કે તા.૨-૧૧-૨૦૧૫ના રોજ ભરૂચમાં ભાજપના બે કાર્યકરોના ડબલ મર્ડરના ગુના આરોપીઓ હાલમાં જેલમાં છે. તેઓ પણ આવા જુગારધામના બુટલેગરો પૈકીના છે અને હાલમાં તેમના જેલનો અને ઘરનો ખર્ચો ટંકારીયામાં ચાલતા જુગારના અડ્ડાઓ ઉપરથી રોજે રોજ ફાળવવામાં આવે છે તેવી માહિતી અંતર્ગત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
આ જુગારધામો બંધ કરાવવા આઈ.જી.પી. કે ડી.જી.પી. અથવા કલેક્ટર/ડી.એસ.પી.ને પોતાના લેવલે લેખિત રજૂઆત કરશે અને કોપી નારી પ્રહાર ન્યૂઝ ને આપશે તો તેની ઉપર પણ પ્રકાશ પાડવામાં આવશે.
જાે કે ડબલ મર્ડર જેવા ક્રાઈમનું પુનરાવર્તન થાય તો નવાઈ નહી કારણ કે આ જુગારધામ ચલાવતા તત્વોએ અગાઉ પોલીસ ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો જેનો કેસ હાલ કોર્ટમાં ચાલે છે અને આ માથાભારે તત્વો હાલમાં જામીન ઉપર મુક્ત હોવા છતાં ફરી પાછા તેઓ પોલીસના કોઈ ડર વિના પોતાનો જુગારના અડ્ડાઓ ધમધમતા કરી મૂક્યા છે. અને એકપણ પોલીસ કેસ કરવા સક્ષમ નથી. એવી ચર્ચા થાય છે અથવા તો પોલીસ મેળાપીપણામાં આ જુગારધામ ચાલવા દે છે. પોલીસ માટે શરમજનક ન ગણીએ પણ ઠેકો લઈને ફરતા લોકો માટે શરમજનક કહેવાઈ. કે પછી ટંકારીયા પાકિસ્તાનમાં આવેલુ છે? કે પોલીસ ત્યાં જતા ડરે છે.
હાલમાં તો એવું જ કહી શકાય કે ટંકારીયા ગામે ચાલતા જુગારમાં ભલે પૈસા દાવ પર લાગ્યા હોય પણ ખરા અર્થમાં તો ભરૂચ પોલીસની ઈજ્જત, આબરૂ અને હિમ્મત આ જુગારમાં દાવ પર હોય તેવું લાગી રહ્યું છે.