પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી આગામી જીલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકા ચુંટણી અનુસંધાને જીલ્લામા દારૂ/જુગાર ની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂ તેમજ ગેરકાયદેસર રીતે થતી દારૂ ની હેરા-ફેરી અટકાવવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ની ટીમ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ મા હતી દરમ્યાન મળેલ બાતમી આધારે નેત્રંગ લાલ મટોડી ખાતે એલ.સી.બી ના પોલીસ માણસોએ વોચમા રહી એક ટ્રક નંબર- MH-04-CU-2445 મા બનાવેલ ચોરખાનામા સંતાડીને લઇ જવાતો ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી નેત્રંગ પો.સ્ટે. મા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) પંજાબસીંહ S/O હરીવંશસીંહ શીવશરણસીંહ ગૌડ ઉ.વ.-૩૦ હાલ.રહે- પીપરીયા તા.જી.દાદરાનગર હવેલી મુળ રહે-ગ્રામ-કટઇ પોસ્ટ-દેવાસ તા-દેવસર જી-સીંગરૌલી મધ્યપ્રદેશ
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ :-
(૧) પુઠ્ઠા ના બોક્ષ નંગ-૧૯૦ મા ભરેલ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની બોટલ તથા બિયર ટીન મળી કુલ બોટલ નંગ- ૮૦૪૦ જેની કુલ કી.રૂ. ૦૮,૦૪,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૨ જેની કી.રૂ.૧૦૦૦/-
(૩) રોકડા રૂ.૨૫૦૦/-
(૪) ટ્રક નંબર- MH-04-CU-2445 કી.રૂ.૦૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૩,૦૭,૫૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :- પો.સ.ઇ વાય.જી.ગઢવી
તથા ASI બાલુભાઇ કાળાભાઇ
તથા હે.કો. ઉપેન્દ્ર કેશરાભાઇ
તથા હે.કો. દિલીપકુમાર યોગેશભાઇ
તથા હે.કો.અજયભાઈ