*કારકિર્દી માટે અનેકક્ષેત્રોમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થઇ રહ્યું છેઃ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ —– તજજ્ઞ વકતાઓએ આપ્યું ઉપયોગી માર્ગદર્શનઃ——- ભરૂચઃ સોમવાર- ‘નવી દિશા-નવું ફલક’શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિત અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર‘કારકિર્દી માર્ગદર્શન સેમીનાર’ યોજાયો હતો. આ સેમિનારમાં તજજ્ઞ વકતાઓ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ધડતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિધાનસભાના મુખ્ય દંડક શ્રી દુષ્યંત ભાઈ પટેલના અધ્યક્ષપદે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિવિશેષપદે જિલ્લા રોજગાર અધિકારીશ્રી મીનાક્ષી ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી એન.એન. મહેતા માર્ગદર્શક અને તજજ્ઞ શ્રી શૈલેષભાઈ ગોસ્વામી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી આર. એલ.વસાવા, તેમજ બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ જણાવ્યું હતું કે, આજે કારકિર્દી માટે અનેકક્ષેત્રોમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થઇ રહ્યું છે. અનેક મોટી કંપનીઓ ભારતમાં રોકાણ માટે આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ધડતર માટેની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા સેમિનાર બદલ અભિનંદન પાઠવીને વિદ્યાર્થીઓને ઉત્તમ કારકિર્દીની પસંદગી કરીને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવાની અપીલ કરી હતી.આ અવસરે તજજ્ઞ વકતા શૈલેષભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે, ૨૧મી સદીએ સદી છે. ભારતએ યુવાઓનો દેશ છે. ગ્લોબલ વિલેજ બની ગયેલી દુનિયામાં કરિયરના પુષ્કળ વિકલ્પો છે ત્યારે કયા ક્ષેત્રની પસંદગી કરીને જીવનમાં સફળ કારકિર્દી બનાવવી તે દિશામાં વિદ્યાર્થીઓએ મનોમંથન કરવું જરૂરી છે રોજગારી માટે વિદ્યાર્થીઓને અનેકવિધ ક્ષેત્રોમાં વિકલ્પો ખુલ્લા છે ત્યારે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા કારકિર્દી ધડતર માટે પ્રાસંગિક પ્રવચનો કરીને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.આ વેળાએ વિદ્યાર્થીઓ સાથે વન-ટુ-વન કમ્યુનિકેશન કરી તજજ્ઞો દ્વારા તેઓના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના વિડીયો સંદેશ તથા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાધાણીનું ઓનલાઈન વકતવ્ય સૌએ નિહાળ્યું હતું.સરકારના આઈ.ટી.આઈ. પશુપાલન, આરોગ્ય, રોજગાર કચેરીએ પોતાના વિવિધ સ્ટોલ દ્વારા અભ્યાસક્રમોની માહિતી પ્રદર્શિત કરી શિક્ષકો, તજજ્ઞો, વિધાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આગામી તા.૧/૬/૨૦૨૨ થી તા.૬/૬/૨૦૨૨ સુધી તાલુકાકક્ષાએ માર્ગદર્શક સેમિનારો યોજાશે.
નવી દિશા – નવું ફલક” શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Views: 87
Read Time:4 Minute, 30 Second